Abtak Media Google News

કેનેડામાં આવેલા મીસિસૉગાની એક ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહીં આવેલી ભારતીય રેસ્ટોરાં ‘બોમ્બે ભેલ’માં બ્લાસ્ટ થતાં 15 લોકો ઘાયલ થયા છે. 3 લોકોની હાલત વધારે ગંભીર છે. ઘાયલોને સારવાર માટે ટોરેન્ટોના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. પીલ રીજનલ પૈરમેડિક સર્વિસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 3ની હાલત વધારે ગંભીર છે.

Bombay Bhel 01 1527224951બ્લાસ્ટ સ્થાનિક સમય પ્રમાણે રાતે અંદાજે 10.30 વાગે થયો હતો. નોંધનીય છે કે, એક મહિના પહેલાં જ ટોરેન્ટો શહેરમાં એક ડ્રાઈવરે તેની વાન ભીડ ઉપર ચઢાવી દીધી હતી. તેમાં 10 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. હાલ આ ઘટનામાં કોઈ આતંકી કનેક્શન જોવા મળ્યું નથી. તપાસ કરવામાં આવી રહી છે કે, આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.