Abtak Media Google News

શિક્ષણમાં નવા અધિનિયમની દરખાસ્ત વિદ્યાર્થીઓ માટે માઠી કે આશિર્વાદરૂપ

કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા દેશની શિક્ષણ નીતિમાં અમુલ્ય પરીવર્તન માટેનાં પગલા લેવાનું શરૂ કરી દીધું હોય તેમ સરકાર દ્વારા શિક્ષણ અધિનિયમમાં ધડમુળમાંથી ફેરફાર કરીને નવા શૈક્ષણિક કાયદાનાં અમલનું રણશીંગુ ફુંકી દીધું છે. હવે કેન્દ્ર સરકાર શિક્ષણ અધિનિયમનાં સુધારાનાં અમલથી વિદ્યાર્થીઓ હવે બે કટકે પરીક્ષા આપી શકાશે!? કેન્દ્ર સરકારનાં શિક્ષણ અધિનિયમનાં સુધારાની દરખાસ્ત વિદ્યાર્થીઓ માટે માઠી કે આશીર્વાદરૂપ રહેશે તે જોવાનું રહ્યું? નવી શૈક્ષણિક નીતિ અધિનિયમનાં નવા કાયદાનાં અમલવારીની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે અને ૨૦૨૨ સુધીમાં આ નવો કાયદો લગભગ દેશભરમાં અમલી બની જશે અને આ નવા કાયદાથી વિદ્યાર્થીઓની પરીક્ષાનું ભારણ અને વાલીઓની ચિંતામાં પણ ખુબ જ ઘટાડો થશે.

દેશમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા-વિચારણા અને હાલનાં શૈક્ષણિક માળખામાં અમુલ્ય પરીવર્તનોની જરૂરીયાત ઉભી થઈ હતી. કેન્દ્ર સરકારે લાંબા સમયની કવાયત બાદ શૈક્ષણિક અધિનિયમમાં અનેકવિધ સુધારો કરીને નવો મુદ્દો તૈયાર કર્યો છે અને આ નવા મુદ્દાનાં અમલ સમગ્ર દેશમાં ૨૦૨૨થી લાગુ પડશે અને દેશમાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા અને વિષય પસંદગી સ્વતંત્રતા પ્રાપ્ત થશે અને પોતાના અનુરૂપ વિષયની પસંદગી પોતાની રૂ ચી મુજબ કરી શકાશે.

રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અજયભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર પણ પરીક્ષા નીતિ અંગે ફેરફાર કરવાની ચર્ચા-વિચારણા ચાલી રહી છે જેમાં ધો.૧૦માં વિદ્યાર્થીઓને વિષયની પસંદગી આપવામાં આવશે. જેમાં એક બેઝીક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ એમ બે માંથી એક ગણિત સિલેકટ કરી શકશે. બેઝીક મેથ્સ પસંદગી કરનાર વિદ્યાર્થી સાયન્સ વિષય નહીં રાખી શકે તેમજ સ્ટાન્ડર્ડ લેવલનું મેથ્સ પસંદ કરનાર વિદ્યાર્થીઓ આગળ સાયન્સ તેમજ ડિપ્લોમાં પસંદગી કરી શકશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અત્યાર સુધી પરીક્ષામાં ૭૦-૩૦નો રેશિયો જોવા મળે છે જેમાં ૭૦ માર્કસની લેખિત પરીક્ષા અને ૩૦ માર્કસની ઈન્ટરનલ પરીક્ષા લેવામાં આવે છે પરંતુ હવેથી તેમાં ફેરફાર કરીને ૮૦-૨૦નો રેશિયો કરવામાં આવે તેવી ચર્ચા-વિચારણા ચાલી રહી છે. જેમાં ૮૦ માર્કસ લેખિત પરીક્ષાના અને ૨૦ માર્કસ ઈન્ટરનલ પરીક્ષાનાં રહેશે.

કેન્દ્ર સરકારની નવી નીતિ અમલમાં મુકવા માટે ઘણા બધા શિક્ષણવિદો પાસેથી અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે. નવી નીતિની અમલવારીથી વિદ્યાર્થીઓ પોતાની રૂચીવાળા વિષયોની પસંદગી ઉપરાંત નવા કાયદા મુજબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દેશભરમાં એક સમાન કોમન એન્ટન્ટસ સુવિધા પણ મળશે. આવા અનેક ફેરફારો શિક્ષણમાં નવા અધિનિયમની દરખાસ્ત વિદ્યાર્થીઓ માટે માઠી બનશે કે આશીર્વાદરૂ પ તે તો હવે આગામી સમય બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.