શું ઘુંઘટને બુરખા સાથે સરખાવી શકાય?

187

શ્રીલંકામાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકાયા બાદ ભારતમાં પણ પ્રતિબંધ મુકવાની માંગ સામે જાવેદ અખ્તરની બુરખા સાથે ઘુંઘટ પ્રથાની સરખામણીથી વિવાદ

શ્રીલંકામાં તાજેતરમાં મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા થયેલા વિશાનક આત્મઘાતી હુમલાઓ બાદ શ્રીલંકન સરકારે બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકયો છે. જે બાદ ભારતમાં પણ શિવસેના સહીતના હિન્દુ સંગઠ્ઠનોએ બુરખા પર પ્રતિબંધ મુકવા માંગ કરી છે. જે સામે કહેવાતા બુઘ્ધિજીવી અને જાણીતા ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તરે બુરખા સાથે ઘુંઘટને સરખાવીને જો ભારતમાં બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવે તો દાયકાઓ જુની પરંપરાગત  ઘુંઘટ પ્રથા પર પણ પ્રતિબંધ મુકવાની હિમાયત કરી હતી. અખ્તરના આ નિવેદન બાદ નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.

ભારતમાં દાયકાઓથી હિન્દુ સ્ત્રીઓમાં ઘુંઘટની પ્રથા છે. ઘુંઘટને સ્ત્રીના આત્મ સન્માનનું પ્રતિક માનવામાં આવે છે. સ્ત્રીઓ પોતાનાથી માથા પર સાડીનો છેડો રાખીનો પોતાની વડીલો પ્રત્યેની મર્યાદા જાળવીને ઘરની વહુ હોવાનું ગૌરવ રાખીને પોતાનું આત્મ સન્માન જાળવી રાખે છે. જયારે બુરખામાં સ્ત્રીના શરીરનો એકપણ ભાગ ના દેખાય  તેવો માથાથી લઇને પગ સુધીનો આખો હોય છે. પોતાની સ્ત્રીને બીજા કોઇ પુરુષ ન જોવે તે માટે મુસ્લીમ સ્ત્રીઓને બુરખો પહેરાવવા ફરજ પાડવામાં આવતી હોવાની દલીલો મહિલા સંગઠ્ઠનને સમયાંતરે કરીને બુરખાને મુસ્લિમ સ્ત્રી માટે ગુલામી પ્રથા સમાન ગણાવે છે. જેથી બુરખા અને ઘુંઘટમાં પરંપરાની સાથે મર્યાદાનું પણ મોટું અંતર છે.

ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તર કે જેઓ પોતાને દેશના પ્રખર બુઘ્ધિજીવીઓમાં એક માનવા લાગ્યા છે. જેઓ સમયાંતરે કોઇને કોઇ મુદ્દાઓ પર પોતાની ‘બુઘ્ધિ’નું પ્રદર્શન કરવા માટે જાણીતા છે. આવા જાવેદ અખ્તરે બુરખા સાથે ઘુંઘટ પ્રથાને સરખાવીને ભારતની કરોડો હિન્દુ મહિલાઓના આત્મ સન્માનના પ્રતિક પર પ્રશ્ચાર્થ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આવી કરતી વખતે અખ્તર બન્ને પ્રથા વચ્ચેની લાગણી અને ફરક ભુલી જતા હોવાનું હિન્દુ સંગઠ્ઠનોએ આક્રોશ વ્યકત કર્યો છે આ વિવાદની વિગત જોઇએ તો પીઢ ગીતકાર જાવેદ અખ્તરે બુરખા પરના પ્રતિબંધની હિલચાલ સામે મેદાનમાં આવી બુરખાની સાથે સાથે રાજસ્થાનમાં ચાલતી ઘુંઘટ પ્રથાની વાત કરી એક નવો જ વિવાદ ઉભો કર્યો છે.

શિવસેનાના પ્રવકતાએ શ્રીલંકા સરકારના બુરખા પરના પ્રતિબંધને ભારતમાં  અમલમાં લાવવાની હિમાયતની સામે જાવેદ અખ્તરે જણાવ્યું છે કે દેશમાં તમે બુરખા પર પ્રતિબંધ લાવો તેમાં મારે કોઇ વાંધો નથી પણ છેલ્લા તબકકાના મતદાન પહેલા રાજસ્થાનમાં ચાલતી ઘુંઘટ પ્રથા પર પણ પ્રતિબંધ લગાવવો જોઇએ.

હિંદુ મહિલાઓ ઘુંઘટથી મોઢું ઢાંકી રાખે છે. હું માનું છું કે ઘુંઘટયે જવું જોઇએ અને બુરખા પણ જવા જોઇએ. જાવેદ અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે બુરખા અંગે હું જયાં સુધી જાણું છું તેમાં ધરેલું મહીલાઓ અને વ્યસ્ત મહીલાઓ બુરખો પહેરતા નથી.ઇરાક તો રૂઢીચુસ્ત મુસ્લિમ રાષ્ટ્ર મનાય છે પણ ત્યાં મહીલાઓ મોઢું ઢાંકતી નથી શ્રીલંકામાં અત્યારે મોઢું ઢાંકવા પર પ્રતિબંધ આવ્યો  છે તેમ પદમ ભુષણ વિજેતા જાવેદ અખ્તરે જણાવ્યું હતું.

જાવેદ અખ્તરની આ ટીપ્પણી શ્રીલંકામાં જારી કરાયેલા બુરખા પરના પ્રતિબંધ સામે છે કે શિવસેનાની જાહેરાત સામે રાજસ્થાનની ઘુંઘટ પ્રથા સામે તો તો સંગીતકાર જ જાણે પણ જાવેદ અખ્તરના આ નિવેદનથી દેશના રાજકારણ, સોશ્યલ મિડીયા અને જાહેર જીવનમાં બુરખા અને ઘુંઘટના નામે નિવેદનો ની ધમસાણ બોલી જશે તે નિશ્ચિત છે.

ઇસ્લામમાં મુસ્લિમ મહિલાઓને સામાજીક મર્યાદાઓ અને અનુશાસન જળવાય તે માટે બુરખો પહેરવાનું ફરમાન છે બુરખાથી મહિલાઓની સામાજીક સુરક્ષા અને અંગના પ્રદર્શનથી વિકારના નિયંત્રણનો હેતુ છે ઇસ્લામમાં ઘણા પંથમાં મહિલાઓને બુરખો ફરજીયાત પણે પહેરાવવામાં આવે છે પરંતુ મોઢું ખુલ્લુ રાખવાની છુટ હોય છે. બુરખો મહિલાની ઓળખ છુપાવવા માટે નહિ પણ મહિલાની સામાજીક સુરક્ષા અને ગરીમા માટે પહેરવામાં આવે છે ઇરાન, ઇરાક, પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા મુસ્લિમ રૂઢીચુસ્ત દેશોમાં બુરખો પહેરતી મહીલાઓના ચહેરા ઢાંકવાની ફરજ પાડવામાં આવતી નથી.

Loading...