પેટ્રોલ-ડીઝલ ઉપર કરબોજથી ઈલેકટ્રોનીક વાહનોને દોડતા કરી શકાશે ?

59

ઈલેકટ્રીક વાહનોની પોલીસી સ્પષ્ટ કરવા પરિવહન મંત્રીને કોર્ટમાં આવવા ન્યાયાધીશોનું સુચન

દેશમાં સરકાર દ્વારા ઈલેકટ્રીક વાહનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારની પોલીસી અંગે લોકો સમક્ષ સ્પષ્ટ માહિતી પહોંચે તે જરૂરી છે. ત્યારે વડી અદાલતે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને કોર્ટમાં હાજર રહી સરકારની પોલીસી અને ભવિષ્યના પ્લાનીંગ અંગે સ્પષ્ટતા કરવાનું સુચન કર્યું છે. આ સુચન કોઈ રાજકીય વિવાદોને જન્મ ન આપે તે માટેની તૈયારી પણ કોર્ટે કરી રાખી છે.

કોઈ મંત્રીને કોર્ટમાં હાજર રહી સરકારની યોજનાની સ્પષ્ટતા કરવાનું કોર્ટ દ્વારા કહેવાયું હોય તેવું અત્યાર સુધી બન્યું નથી. સામાન્ય રીતે આવી સ્પષ્ટતા એટર્ની જનરલ, સોલીસીટર જનરલ દ્વારા થતી હોય છે. જો કે, ગઈકાલે મુખ્ય ન્યાયમુર્તિ એસ.એ.બોબડે, ન્યાયમુર્તિ બી.આર.ગવાઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત દ્વારા મંત્રી ગડકરીને કોર્ટમાં આવવા સુચન થયું હતું. નોંધનીય છે કે, નીતિન ગડકરીએ ઈ-વાહનોને લઈ કેટલાક નિવેદનો આપ્યા છે. તેઓ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. જેથી તેઓ કોર્ટમાં આવી સરકારને પોલીસી સમજાવે તે જરૂરી હોવાનું કોર્ટને લાગ્યું છે.

બીજી તરફ સરકારના એડીશ્નલ સોલીસીટર જનરલ આત્મારામ નડકરનીએ વકીલ પ્રશાંત ભુષણ દ્વારા મંત્રીને ક્રોસ પ્રશ્ર્નો થશે તો સમસ્યા સર્જાશે તેવી ભીતિ વ્યકત કરી હતી. માટે ખંડપીઠે કહ્યું હતું કે, પ્રશાંત ભૂષણ રાજકારણ સાથે સંકળાયેલ વ્યક્તિ છે તેવું અમે સમજીએ છીએ. પરંતુ તેઓ મંત્રી સાથે વાદ-વિવાદ નહીં કરે. ગત ૧૭ જાન્યુઆરીના રોજ વડી અદાલતે કેન્દ્ર સરકારને નેશનલ ઈલેકટ્રીક મોબીલીટી મિશન પ્લાન ૨૦૨૦ના અમલીકરણ અંગે વિગતો માંગી હતી. આ પોલીસી અંતર્ગત ઈલેકટ્રીક વ્હીકલના ઉપયોગ માટે નિયમો ઘડાયા હતા. સરકાર પેટ્રોલ-ડિઝલના સ્થાને ઈલેકટ્રીકથી દોડતા વાહનોને પ્રાધાન્ય આપવા જઈ રહી છે. લોકો વધુને વધુ ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરે તે માટે સરકાર પેટ્રોલ-ડિઝલ ઉપર કરબોજ નાખવાની પેરવીમાં હોવાનું જાણવા મળે છે. જો કે, સરકાર ઈલેકટ્રોનીક વાહનોને કેવી રીતે વધુ પ્રોત્સાહન આપે છે તે અંગે પ્રશાંત ભુષણ દ્વારા પ્રશ્ર્નો ઉઠાવાયા હતા.

ઈ-વ્હીકલ અંગે ઉઠાવાયા છે આ સવાલો

-શું ભવિષ્યમાં સરકારના તમામ વાહનો ઈલેકટ્રીકથી સંચાલીત રહેશે ?

-શું દરેક જાહેર ઈન્ફાસ્ટ્રકચર-બિલ્ડીંગમાં ચાર્જીંગ પોર્ટ અપાશે ?

-શું પેટ્રોલ-ડિઝલથી દોડતા વાહનો પર વધારાનો કરબોજ નખાશે ?

-શું તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટને ઈલેકટ્રીક વાહનોમાં કનવર્ટ કરાશે ?

Loading...