Abtak Media Google News

યુધ્ધ એજ કલ્યાણ?: સરહદ પર કોઈપણ કાંકરીચાળો ન કરવાની શરતે

પુલવામા આત્મઘાતી હુમલામાં ભારતનું ડોઝીયર

સરહદ ઉપર છેલ્લા છ દિવસથી પાકિસ્તાન છમકલા કરી રહ્યું છે, શું તે બંધ કરી દેશે ?

શું પાયલોટ અભિનંદનને પરત કરી ખાન શાંતિનો સંદેશ આપી શકશે ?

પુલવામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારતે જે પીઓકેમાં ઘુસી એર સ્ટ્રાઈક કરી હતી તેના કારણે સરહદ ઉપર તનાવ ઉભો થયો હતો. વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ભારત યુદ્ધ નહીં પરંતુ આતંકીઓનો ખાત્મો બોલાવવા માંગે છે અને કોઈપણ સંજોગોમાં ભારત આતંકવાદ સામે ઝુકશે પણ નહીં. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન જો ખરા અર્થમાં પાક.ની ધરતી ઉપરથી આતંકવાદને નેસ્તનાબુદ કરવા માંગતુ હોય તો તેને ભારતની લાગણી અને ભારતની જનતાનો આક્રોશ સમજવો પડશે. ત્યારે એર સ્ટ્રાઈક બાદ પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાને મોદીને પોતાની આગવી શૈલીમાં જે રીતે ચેતવણી આપી હતી તે જોતા નરેન્દ્ર મોદીએ ખાનને સ્પષ્ટપણે પોતાની શૈલીમાં જણાવ્યું હતું કે, “જો સચ્ચે પઠાન કા બચ્ચા હો તો અપની બાત પર કાયમ રહો જેથી હવે યુદ્ધની જે વાતો સામે આવી રહી છે ત્યારે ઈમરાન ખાને પણ યુદ્ધ વિશે જણાવ્યું હતું કે, જો યુદ્ધ શરૂ થઈ જશે તો તે મારા અથવા નરેન્દ્ર મોદીના હાથમાં નહીં હોય યુદ્ધ રોકવાનું.

માની લઈએ કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થાય છે તો પણ પાકિસ્તાન એકપણ જગ્યાએ સફળ નહીં થાય જેમાં આર્થિક રીતે, કુટનીતિમાં અને શસ્ત્રોમાં જેનું એકમાત્ર કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, આ તમામ જગ્યા પર ભારતનું પલડુ પાક કરતા ખુબજ વધુ મજબૂત છે. ત્યારે પાક.ના વડાપ્રધાન દ્વારા જે શાંતિની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું એ ર્હ્યું કે, જો પાકિસ્તાનમાં આતંકવાદનો કબજો હશે કે આઈએસઆઈએસનો કબજો હશે કે, પાક. આર્મીનો કબજો હશે અને જો તેમના દ્વારા સરહદ સહેજ પણ કાંકરીચાળો કરવામાં આવશે તો ભારત તેનો એવો મુહતોડ જવાબ આપશે જેને સહન કરવું પાકિસ્તાનના હાથમાં નહીં રહે. જો પાક. પાછળ આતંકી ચહેરો જોવા મળશે તો પાકિસ્તાને અનેક નુકશાનો માટે તૈયાર રહેવું પડશે. ત્યારે હાલ પાકિસ્તાનનો ઘાટ એ પ્રકારનો થયો છે કે સો સુનાર કી, એક લુહાર કી, કારણ કે પાકિસ્તાન ભારત ઉપર જો સો ઘા કરશે તો ભારતનો એક જ ઘા સો બરોબર રહેશે. એટલે એકવાત સ્પષ્ટ થઈ રહી છે કે, પાકિસ્તાનની તેવડ નથી કે ભારત સામે યુદ્ધ કરી શકે.

પુલવામાં આત્મઘાતી હુમલા જે જૈશ એ મહમદના આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તેના તમામ આધાર પુરાવા ભારતે ડોઝીયર સ્વરૂપે પાકિસ્તાનને આપ્યો છે. જે માટે પાકિસ્તાનના હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને રૂબરૂ બોલાવીને ભારત સરકારે તેને ડોઝીયર સોંપ્યું હતું. સર્જીકલ સ્ટ્રાઈક અંગે પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલાના આક્ષેપો કરતાની સાથે જ ભારતે પુલવામાં પાક. પ્રેરીત જૈશની સીધી સંડોવાણીના પુરાવા સાથેનું ડોઝીયર પાકિસ્તાનને પકડાવ્યું હતું અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારત કદી યુદ્ધ ઈચ્છતુ નથી અને ભારતીય વાયુ સેના દ્વારા જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તેનો એકમાત્ર નિશાનો આતંકી સંગઠનોના કેમ્પ જ હતા નહીં કે પાકિસ્તાન કે પીઓકેના નાગરિકો.

હાલ સરહદ પર તનાવની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તમામ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એરપોર્ટેને બંધ રાખવાની સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે જેમાં મેડિકલ સેવાઓ અને હોસ્પિટલોને ઈમરજન્સીમાં તૈનાત રહેવાની પણ ઘોષણા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. એર સ્ટ્રાઈક જે ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવી તે સરહદ પર છેલ્લા છ દિવસથી ચાલતા પાકિસ્તાનના છમકલાનો મુહતોડ જવાબ માનવામાં આવી રહ્યો છે જેને લઈ પાકિસ્તાન જો હવે શાનથી સમજી જાય તો સારૂ છે નહીંતર તેને ઘણી ચીજવસ્તુઓ અને ઘણુ નુકશાન વેઠવુ પડશે.

નાપાક પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવ્યું નથી જેના કારણે પાકિસ્તાન એર સ્ટ્રાઈકના બીજે જ દિવસે સવારના સમયમાં તેના એફ-૧૬ ફાઈટર જેટો ભારતીય સરહદમાં ઘુસ્યા હતા જેનો ભારતે મુહતોડ જવાબ આપી પાક.ના એક ફાઈટર જેટને નેસ્તનાબુદ કરી દીધું હતું પરંતુ સાથો સાથ ભારતીય વાયુ સેનાની કાર્યવાહી દરમિયાન એક મીગ વિમાન પણ તૂટી ગયું હતું જેના પાયલોટ અભિનંદન પહેલા ગુમ થયાની વાત સામે આવી હતી પરંતુ પાકિસ્તાને તે વાતની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે, ભારતીય પાયલોટ અભિનંદન તેના કબજામાં છે ત્યારે જો પાકિસ્તાન શાંતિ અને અમન ઈચ્છતુ હોય તો તે પાયલોટને ભારત પરત મોકલવાની કાર્યવાહી ત્વરીત રીતે પાકિસ્તાન કરે તેવી પણ સુચના આપવામાં આવી છે.

કારગીલ યુદ્ધમાં પણ ભારતના એક પાયલોટ નચીકેતાને પણ પાકિસ્તાને ૧૧ દિવસ બાદ ભારતને પરત કર્યા હતા. ત્યારે જો આ વખતે પાકિસ્તાન પોતાની શાનમાં નહીં રહે અને સહેજ પણ નુકશાન વાયુસેનાના પાયલોટ અભિનંદનને પહોંચાડશે તો તેનું નુકશાન ખુબજ મોટુ ભોગવવું પડશે તે વાત પણ નકકી છે. વાત કરવામાં આવે તો અત્યારે પાકિસ્તાનનું રાજદ્વારી અને સૈન્ય જૈશ એ મહમદના પાકિસ્તાનની ભૂમિ પરના અસ્તિત્વને લઈ આંતરરાષ્ટ્રીય મંચ પર બચાવની સ્થિતિમાં આવી ગયું છે ત્યારે ભારતનું આ ડોઝીયર પાકિસ્તાન માટે અસહ્ય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા અનેક વખત લાઈન ઓફ કંટ્રોલ પર યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાની દળો સરહદના મોડચા ઉપરાંત મેંઢળ, રાજોરી, કૃષ્ણઘાટી સેકટરના નાગરિકોના વસાહતો ઉપર છ દિવસથી હુમલો કરી રહ્યું છે તેવા અહેવાલ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તીત મીની યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમિયાન એલઓસી નજીક ક્રેશ થયેલા ભારતીય વિમાનના એર કમાન્ડર અભિનંદન વર્ધમાનની પાકિસ્તાની કસ્ટડીનો ત્વરીત અંત લાવી હેમખેમ પાછો લાવવા સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે ભારતે ગઈકાલે પાકિસ્તાનના નાયબ એલચીને રૂબરૂ બોલાવી ભારતીય વાયુદળના પાયલોટના તાત્કાલીક સોંપણીની માંગણી કરી છે. જો ભારતના સૈનિકને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડવામાં આવશે તો પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.