Abtak Media Google News

ભારત-પાક વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો અને દક્ષિણ એશિયાના આતંકવાદ મૂકત બનાવવા પર કામ કરવું જરૂરી: પીએમ મોદી

ક્રિકેટથી રાજનીતિમાં પહોચેલા અને તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન બનેલા ઈમરાન ખાન પાસે પાક પ્રજાને ઘણા સુધારાનો આશાવાદ છે. ઈમરાન ખાનના વડપણ નીચે આતંકવાદી પ્રવૃત્તિઓ દૂર થાયતેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ક્રિકેટ ક્ષેત્રે ઈમરાનખાનના ભારતીય મિત્રો સુનીલ ગાવસ્કર, નવજોતસિંહ સિધ્ધુને કપીલદેવ સહિતના અન્યો પણ એવું ઈચ્છી રહ્યા છેકે, ઈમરાનખાન ભારત પાક વચ્ચે સંબંધો સુધારવા પહેલ કરશે ત્યારે આ ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ પાક પીએમ ઈમરાનખાન પાસે સકારાત્મક અભીગમ સેવ્યો છે. પીએમ મોદીએ ઈમરાનખાનને પત્ર લખી શુભેચ્છા પાઠવી છે અને ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો વિકસાવવા પર ભાર મૂકયો છે.

પીએમ મોદીએ પત્રમાં કહ્યું કે, પાડોશી દેશ પાકિસ્તાન સાથે સકારાત્મક અને સાર્થક સાજેદારી માટે આશાન્વિત છીએ ઈમરાન ખાનને લખેલા પત્રમાં પીએમ મોદીએ આતંકવાદ મૂકત દક્ષિણ એશિયા માટે કામ કરવાની અનિવાર્યતા પર ભાર મૂકયો, પીએમ મોદીના આ પત્ર વિશે અધિકારીઓએ એ સ્પષ્ટ કર્યું છે કે, વડાપ્રધાન મોદીએ આ પત્ર માત્ર શુભેચ્છા અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો માટે લખ્યો છે. આ પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ કોઈ પ્રકારનો પ્રસ્તાવ નથી રાખ્યો અને આ પત્રએ સુચવતો નથી કે બંને દેશો વચ્ચે વાર્તાલાપ ફરીથી શરૂ થાય.

જણાવી દઈએ કે આતંકવાદ, ધુષણખોરી જેવી પ્રવૃત્તિઓને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર ૨૦૧૫થી વાતચીત બંધ છે. પીએમ મોદીના આ પત્રથી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમદ કુરૈશીએ દાવો કર્યો છે કે, ભારતનાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પાક પીએમ ઈમરાન ખાનને પત્ર લખી પ્રસ્તાવ મૂકયો છે કે, તેઓ પાકિસ્તાન સાથે ફરીથી વાતચીતનો દોર શરૂ કરવા ઈચ્છે છે

પરંતુ શાહ મોહમદ કુરેશીના આ દાવાને ભારતીય અધિકારીઓએ ખોટો ગણાવ્યો છે. અને એ સ્પષ્ટ કર્યુ છે કે વડાપ્રધાન મોદીએ માત્ર શુભેચ્છા અને બંને દેશોનાં શાંતિપૂર્ણ સંબંધો માટે આ પત્ર લખ્યો છે. તેમાં ફરી વાતચીત શરૂ કરવાનો કોઈ ઉલ્લેખ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.