Abtak Media Google News

સામાન્ય તહ મધને ગરમ કરવામાં આવતુ નથી ગરમ કરેલું મધ શરીરને નુકશાન કરતું હોય હોવાનું મનાય છે.જો કે હવે વિજ્ઞાનીકો કહે છે કે મધને માઈક્રોવેવમાં ઉકાળીને એકદમ ઘટ્ટ કરી દેવામાં આવે તો તેનાથી માનવ આરોગ્ય માટે એક ફાયદાકારક પરિણામ મળી શકે છે. આપણે જે દવાઓ લઈએ છીએ તેનો ૫૦ થી ૬૦ ટકા ભળા-દેવ્ય તો બહાર નિકળી જાય છે. શરીરનાં ચૌક્કસ જે અંગ કે પ્રણાલીને દવાની જ‚રહોયત્યાંમાંડ૩૦ થી ૪૦ ટકા જેટલોજ ભાગ પહોંચે છે.જરૂર હોય તેનાં કરતાં વધારે પ્રમાણ માં દવા શરીર માં ધૂમે એટલે તેની જાત જાત ની આડ અસર જોવા મળે છે.બીજું કે જથ્થા ની રીતે પણ બિનજરૂરી દવા લેવા થી ખર્ચ પણ વધે છે.આવા વિવિધ કારણોથી વૈજ્ઞાનિકો વર્ષોથી ટારગેટેડ ડ્રગ ડિલિવરી સિસ્ટમ ઉપર કામ કરી રહ્યા છે.આ સિસ્ટમમાં દવા શરીરમાં વેડફાય  નહી અને તેનો મહત્વમ ઉપયોગ જે તે અંગ સુધી કે પ્રણાલીમાં પહોંચી જાય તે માટે મેડીકલ સાયન્સ નવા-નવા સંશોધનો કરી રહ્યા છે. વૈજ્ઞાનિઓને ખ્યાલમાં આવ્યું કે કાર્બન નેનો પાર્ટિકલ્સ આરીતે શરીરમાં દવાઓ પહોંચાડવા માટેનું અસરકારક વાહન બની શકશે.

Knowledge Corner Logo 3

આ કાર્બન નેનો પાર્ટિકલ્સ બનાવવાનું કામ અત્યાર સુધી અઘરૂ અને અટપટ્ટં મના તું. તેમા ટેલેબોરેટરીમાં ખર્ચાળ તથા દિવસા સુધી ચાલે તેવી પ્રકિયા કરવી પડતી હતી.પરંતુ હવે સંશોધનનો બાદ આ સમસ્યાનો સરળ ઉકેલ શોધા થયો છે.આ વિજ્ઞાનિકો મધ ને માઈક્રોવેવમાં ગરમ કરીને એકદમ ઘટ્ટ કરવાથી બહું સહેલાય થી કાર્બન નેનોપાર્ટિકલ મળી શકે છે. મધ અથવા મોલાસીસને થોડી મીનીટો સંઘવામાં આવે તો કાળી બળી ગયેલી ચાસણી જેવો ઘટ્ટ પદાર્થ બને છે.આ પ્રદાર્થ ખરેખર તો નેનો પાર્ટિકલ્સ છે. તેની વિશેષતા છે કે તે ઉષ્મા વિહિન પ્રકાશ ધરાવે છે.સાવ ઘરેલું પ્રકિયાથી મળતાપાર્ટીકલ્સનો કિલનિકલ ઉપયોગ શકય છે.આપણાં શરીર ની રોગ પ્રતિકાર શકિત-૧૦ નેનોમીટર થી ઓછી જાડાઈની વસ્તુંને પારખી શકતી નથી. એટલે ૮ નેનોમીટર જાડાઈના નેનો પાર્ટીકલ્સ પણ શરીરની અંદરના ભાગમાં પહોંચી જાય છે.અને તે આપણે ધારીએ ત્યાં અને તેટલી જગ્યાએ પોતાનો પ્રકાશ છોડતા જાય છે.એટલે કે શરીરમાં તે કયાં છે તેના પર સતત નજર રાખવાનું શકય બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.