શું વૃક્ષ પણ માણસની જેમ વિચારી શકે છે ?

ઘણી વખત આપણે જીવનમાં એવી આશ્ચર્યજનક વસ્તુઓને જોઈએ છીએ જેની જીવનમાં ક્યારેય કલ્પના પણ ન કરી હોય હોય. કુદરતના અમુક સ્વરૂપો એવા આકાર લઈ લ્યે છે જે મનુષ્ય ઇચ્છે તો પણ ન બનાવી શકે.

કુદરતની એક કમાલ ઇટાલીમાં જોવા મળી છે. ઇટાલીના પુગલિયામાં ૨૦૦૦ વર્ષ જૂનું ઓલિવ ટ્રી છે જેને ત્યાંના સ્થાનિકો ,’ ઘ થીંકિંગ ટ્રી ‘ કહે છે.આ વૃક્ષને જોતા એવું લાગે છે કે કોઈક વ્યક્તિ ગંભીર અવસ્થામાં વિચારી રહ્યો છે.

આ વૃક્ષને જોઈને પહેલો વિચાર એ આવે કે એક વૃક્ષ પણ વિચારી શકે? શું વૃક્ષમાં પણ મગજ હશે ? આ એવા કેટલાક પ્રશ્નો તમે મનમાં ઉદભવશો પરંતુ આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે જે માનવું અશક્ય છે આ વૃક્ષ તેમાંનું એક છે.આ વૃક્ષનો આકાર જ કોઈ વિચારમાં ડૂબેલો મનુષ્ય જેવો છે જે કોઈ વ્યક્તિને વિચારવા પર મજબૂર કરી દે છે.

Loading...