Abtak Media Google News
રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આજથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેમાં ૨૪-૦૬-૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૬ માં ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ ૫ આસામીઓને નોટીસ આપવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૬ માં રાજારામ સોસાયટી, સંજયનગર, શ્યામનગર અને મહેશનગર વિસ્તારમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.