Abtak Media Google News

ફેસબુકના 8 કરોડથી વધુ યૂઝર્સના ડેટા લીક મામલે વિવાદમાં સપડાયેલી કેમ્બ્રિજ એનાલિટીકાએ ગુરૂવારે ન્યૂયોર્ક કોર્ટમાં નાદારી નોંધાવી છે. એનાલિટિકા સામે યૂઝર્સની મંજૂરી વગર જ તેઓના પર્સનલ અને પ્રાઇવેટ ડેટાની ચોરી કરવાના આરોપ હતા. આ ડેટા ચોરીનો ઉપયોગ અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં કરવામાં આવ્યા હતા.

105078998 Gettyimagesયુકે બેઝ્ડ પોલિટિકલ કન્સલ્ટિંગ ફર્મ એનાલિટિકાએ મે મહિનાની શરૂઆતમાં જ નાદારી નોંધાવાની અને કંપનીને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ગુરૂવારે કંપનીએ ચેપ્ટર-7 પિટિશન ફાઇલ કરી છે. આ અરજીમાં કંપનીની લિસ્ટેટ મિલકત 6 કરોડ 79 લાખથી 67 કરોડ 98 લાખની વચ્ચે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.