Abtak Media Google News

સમસ્ત સમાજ, સમૃધ્ધ સમાજના મંત્રને ભાજપના વધુ પ્રબળ બનાવશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સો રાજકોટના ચારેય બેઠકમાં ભાજપના ઉમેદવારોને ઉંચ-નીચના ભેદભૂલીને મત આપવાની વિવિધ સમાજની અપીલ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ગુજરાતના આવતા પાંચ વર્ષના વિકાસ માટેની દિશા અને દશા નક્કી કરી શકશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે મતદાન થશે ત્યારે તેમનો મત આ માટે નિર્ણાયક બનશે.

કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકાર હોવાના કારણે ગુજરાતે વિકાસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં વિકાસની જે હરણફાળ ભરી છે તેની પીછેહઠ ન થાય તે માટે ગુજરાતમાં ફરી ભાજપ સરકાર શાસન સંભાળે તે જરૂરી હોવાનો એકસૂર વિવિધ સામાજીક સંગઠનોએ વ્યક્ત કર્યો હતો.

વિવિધ સમાજના આ અગ્રણીઓએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખૂદ રાજકોટ પશ્ચિમમાં લડી રહ્યા છે ત્યારે રાજકોટના તમામ સમાજની ભાજપના રાજકોટના ચારેય ઉમેદવારો ગોવિંદભાઈ પટેલ (રાજકોટ દક્ષિણ), અરવિંદભાઈ રૈયાણી (રાજકોટ પૂર્વ) અને લાખાભાઈ સાગઠિયા (રાજકોટ ગ્રામ્ય)ને વિક્રમી સરસાઈી વિજયી બનાવી ગુજરાતના વિકાસને આગળ વધારવાની બુનિયાદ રાજકોટ બને તે જોવાની તમામ સમાજની ફરજ બને છે. વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને ભાજપ સરકાર ૧૭ વર્ષી ફરજ બજાવતી રહી છે તો આપણે સમાજના તમામ સદસ્યો કાલે એક દિવસ ફરજ બજાવવામાં ઉદાસીનતા ન રાખીએ તે માટે આ અગ્રણીઓએ અનુરોધ કર્યો છે.

બ્રહ્મ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીએ બ્રહ્મતેજ અને બ્રહ્મનિષ્ઠા સો નેતૃત્વ આપ્યું છે ત્યારે ભાજપના, રાજકોટના ચારેય ઉમેદવારોને વિજયી બનાવી બ્રહ્મકાર્યને આગળ વધારીએ.

લોહાણ સમાજના અગ્રેસરોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, પ્રણાંતે પણ વચન પાલન કરનારા રઘુવંશના આપણે વંશજો છીએ ત્યારે વચનપાલન કરનારા હરહંમેશ કટિબદ્ધ રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ સરકાર ફરી સત્તારૂઢ થાય તે આપણો જ વિજય ગણાશે.

પાટીદાર સમાજના સમાજ પદર્શકોએ એકસુરે એવો મત વ્યક્ત કર્યો હતો કે, ખેડૂતના પ્રાણ પ્રશ્નો પછી તે પાણી હોય કે ખાતર કે ખેત પેદાશના ભાવ હોય આ પ્રશ્નોની પીડા વિજયભાઈના નેતૃત્વમાં ભાજપ સરકારે અનુભવીને તેને ઉકેલી છે. વિકાસની આ દિશા આગળ વધારવા કોઈ ભ્રમિત પ્રચારમાં અટવાયા વગર આપણે ભાજપના રાજકોટના ચારેય ઉમેદવારોને વિજયી બનાવી વિકાસના માર્ગ પરની ગતિ આગળ વધારીએ તે જ આપણા સમાજ માટે સમયનો તકાજો છે.

ક્ષત્રિય સમાજના અગ્રેસરોએ કહ્યું હતું કે, સમાજની સલામતિ  સુરક્ષા અને સુશાસનનો રાજધર્મ એ ક્ષત્રિય સમાજની ઓળખ છે. આ ઓળખને  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પોતાના કતૃત્વી વધુ વૈશ્વીક બનાવી સમાજને ગૌરવ અપાવ્યું છે. ત્યારે વિજયભાઈ સહિત રાજકોટના ભાજપના ચારેય ઉમેદવારોને ગૌરવવંત વિજય અપાવીએ તે આપણો ધર્મ બની રહેશે.

બક્ષીપંચ સમાજમાં સમાવિષ્ટ વિવિધ સમાજના નીતિચિંતકોએ કહ્યું હતું કે, આઝાદીના ૬૦ વર્ષમાં સમાજની હાલત ધરી નહિ અને હવે સૌનો સા સૌનો વિકાસના મંત્રને સાચા ર્અમાં ચરિર્તા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપ સરકારે સુખ, સુવિધા, શિક્ષણ સહિતના વિકાસના ફળ આપણા સમાજના દરવાજે પહોંચતા કર્યા છે ત્યારે આપણે પણ વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટના ભાજપના ચારેય ઉમેદવારોને વિજયી બનાવી ભાજપને ફરી સત્તાના દરવાજે પહોંચાડીએ.

જૈન સમાજના અગ્રેસરોએ સમાજમા તમામ સદસ્યોને અપીલ કરતા કહ્યું કે, સર્વની સુખાકારીના મૂળ જૈન સમાજના મંત્રને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પોતોના કાર્ય દ્વારા સિધ્ધ કરવાની દિશામાં ગતિ કરી છે. આ ગતિને આગળ વધારવા વિજયભાઈ સહિત રાજકોટ ભાજપના ચારેય ઉમેદવારોને જંગી સરસાઈી વિજયી બનાવીએ.

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સમાજના અગ્રેસરોએ કહ્યું હતું કે, સમરસ સમાજની રચનાના ભાજપ સરકારના કાર્યને કારણે આપણને નવી ઓળખ મળી છે.

ત્યારે ભાજપના રાજકોટના ઉમેદવારોને વિજયી બનાવી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વને મજબૂત બનાવી આપણા સમાજનું સશક્તિકરણ કરીએ એ જ સમયની માંગ છે.

વિશ્વકર્મા સમાજના અગ્રણી જગદીશભાઈ ગજ્જર અપીલ કરતા જણાવે છે કે, કડીયા, સુથાર, લુહાર સહીત વિશ્વકર્માના પુત્રોનો પણ સમાજના હિતમાં એક જ સુર છે. મારો મત તો ભાજપ ને જ અને અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ.

વિશ્વકર્મા સમાજના અગ્રણી જગદીશભાઈ ગજ્જરે સમાજના હિતમાં ભાજપને મતદાન કરવા ખુલ્લી અપીલ કરતા જણાવ્યું હતું કે, શ્રમિક વર્ગ માટે ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કારીગર વર્ગને માત્ર ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજન, વિમા યોજના, સમાજના બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ સો સમાજને મળતા લાભો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલ હોય. તેમજ સરકારી યોજનાના મળતા લાભો માટે સમયાંતરે માર્ગદર્શન તેમજ પત્રિકાઓ દ્વારા સમાજના લોકોને લાભો મેળવવા જાગૃત કરેલ હોય. આમ વિશ્વકર્મા સમાજના વિકાસ અને હિત માટે કાર્ય કરતી સરકાર એટલે ભાજપ સરકાર હોય. તેી વિશ્વકર્મા સમાજ પહેલા પણ ભારતીય જનતા પાર્ટી સો હતો અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી સો જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.