Abtak Media Google News

ઉમેદવાર અને ઓર્બ્ઝવરની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે વીવીપેટની સ્લીપની ગણતરી કરવા ઈવીએમ અને વીવીપેટની વિશ્ર્વસનીયતા અંગે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો: રાજકોટના જાગૃત મતદારે કરેલી અરજીનો સુખદ નિકાલ

ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટની વિશ્ર્વસનીયતા બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો જાહેર કરી મતદાન દરમિયાન ઈવીએમ કે વીવીપેટ અંગે ફરિયાદ થઈ હોય અને જીતનાં મારજીત અંગે વિવાદક થયો હોય ત્યારે તમામ વીવીપેટની સ્લીપની મેન્યુઅલી કરવા આદેશ કરી ઉમેદવાર અને ઓર્બ્ઝવરની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે ગણતરી કરવા અને સ્લીપની ગણતરીને ફાઈનલ ગણી પરિણામમાં સુધારો કરવા હુકમ કર્યો છે.

ગુજરાતની સામાન્ય ચૂંટણી પારદર્શક, ન્યાયી અને નીર્ભય બની શકે તે હેતુથી ૧૦૦% અને ઓછામાં ઓછા ૨૫% વીવીપેટની સ્લીપોની ફરજીયાત ગણતરી કરવાની માંગણી સાથે રાજકોટના જાગૃત મતદાર શૈલેષભાઈ પાનસુરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ખાસ દિવાની અરજી દ્વારા દાખલ કરી હતી. જેમાં બંને પક્ષ તરફથી લંબાણપૂર્વક અને ઉગ્ર દલીલો કરવામાં આવેલી ઈલેકશન કમિશન દ્વારા આ પીટીશનને રદ કરવા અથવા પી.આઈ.એલ. તરીકે ગણવી અને યેનકેન પ્રકારે કેસને લંબાવવા ઉગ્ર દલીલો કરવામાં આવેલી જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

છેવટે કોઈ જ રસ્તો ન બચતા ઈલેકશન કમિશન દ્વારા વધુ પ્રસિધ્ધ ન થયેલા નિયમનો હવાલો આપી. રીટનીંગ ઓફીસરને નિયમ ૫૬ (ડી) હેઠળ વીવીપેટની સ્લીપ ગણવાની સંપૂર્ણ સત્તા હોવાનો સ્વીકાર કર્યો હતો. ક્ધડકટ ઓફ ઈલેકશન ‚લ્સના ‚લ ૫૬ (ડી) મુજબ કોઈપણ ઉમેદવાર કે તેના ઈલેકશન એજન્ટ કે તેના કાઉન્ટીંગ એજન્ટ દ્વારા ઈવીએમનું કાઉન્ટીંગ પૂ‚ થયા પછી અને રીઝલ્ટ શીટ તૈયાર થયા બાદ, રીટર્નીંગ ઓફીસર દ્વારા કાઉન્ટીંગ અંગે કોઈને વાંધો હોય તો લેખીતમાં વાંધા આપવા જણાવવામાં આવશે અને સમય પણ આપવામાં આવશે. આ દરમ્યાન જો કોઈ દ્વારા કોઈ એક કે તમામ મતદાન મથકોની વીવીપેટ સ્લીપ ગણવા અંગે કોઈ લેખિતમાં વાંધો આપે, તો તે અરજી ઉપર રીટર્નીંગ ઓફીસર દ્વારા કોઈ એક કે તમામ મતદાન મથકોની વીવીપેટ સ્લીપ ગણવા કે ન ગણવા બાબત કારણો સાથે સ્પીકીંગ ઓર્ડર કરવાનો રહેશે. આ બાબત ગુજરાત હાઈકોર્ટે તેમનાં ચુકાદામાં નિયમ -૫૬ (ડી)નો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કર્યો છે.

નિયમ ૫૬ (ડી) મુજબની વીવીપેટની સ્લીપની ગણતરી કર્યા બાદ, બાકી રહેલા ઈવીએમ બુથમાંથી ઉમેદવારની તથા ઓર્બ્ઝવરની હાજરીમાં એક બૂથનું રેન્ડમ સીલેકશન ડ્રોથી કરી તે બૂથની વીવીપેટ સ્લીપની ફરજીયાત ગણતરી વીડીયોગ્રાફી સાથે કરવામાં આવશે. જો ઈવીએમ અને વીવીપેટ સ્લીપની ગણતરીમાં કયાંય પણ કોઈ ફેરફાર આવશે. તો વીવીપેટની સ્લીપ મુજબની ગણતરી ફાઈનલ ગણવાની રહેશે અને તે મુજબ રીઝલ્ટમાં સુધારો કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા કોર્ટે તેના હુકમમાં કર્યો છે.

ઈવીએમ અને વીવીપેટની વિશ્ર્વસનીયતા બાબત વારંવાર પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે. તાજેતરમાં તા.૯.૧૨ના પ્રથમ તબકકાના મતદાનમાં સંદેશ અખબારના રીપોર્ટ મુજબ ૩૫૮ ક્ધટ્રોલ યુનીટ, ૩૨૨ બેલોટ મશીન અને ૯૮૮ વીવીપેટ મશીનો ચાલુ મતદાને બગડી ગયેલા અને તેને બદલવા પડયા હતા તેવા સંજોગોમાં તથા જયા પણ મશીનો અંગે બ્લુટુથ કનેકટીવીટી કે અન્ય કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તથા ફોર્મ ૪૯ (એમએ) મુજબ ફરિયાદ થયેલી હોય તથા જીતનાં મારજીનને અનુલક્ષીને તથા મતદાન મથકો પર ફરિયાદ તથા અન્ય કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે વિવાદ જણાય તો તે તમામ મતદાન મથકોની વીવીપેટ સ્લીપોની ફરજીયાત ગણતરી નિયમ ૫૬ (ડી) મુજબ તથા વીવીપેટ મેન્યુઅલ જાન્યુઆરી, ૨૦૧૭ અને તા.૧૬-૧૦ની ઈલેકશન કમિશનની સૂચના મુજબ રીટનીંગ ઓફીસર દ્વારા ફરજીયાત પણે કરવાની થાય છે.

જો ઈવીએમ અને વીવીપેટ સ્લીપની ગણતરીમાં કયાંય પણ કોઈ ફેરફાર આવે તથા જો કદાચ વધારે મતદાન મથકો પર અનિયમિતતા કે વિવાદ જણાય તો તેવા સંજોગોમાં તેમજ અન્ય કોઈ પણ યોગ્ય કારણોએ રીટર્નીંગ ઓફિસરને નિયમ ૫૬ (ડી) મુજબ તમામ બુથો પર વીવીપેટ સ્લીપો ગણવા માટે હુકમ કરવાની પણ સ્પષ્ટ સત્તા છે. આ અગે જોરીટર્નીંગ ઓફીસર કાઉન્ટીંગ સમયે યોગ્ય કાર્યવાહી ન કરે તો ઓબ્ઝર્વરી, ડી.ઈ.ઓ તેમજ ચીફ ઈલેકશન ઓફિસર ગુજરાત તથા ઈલેકશન કમિશન ઓફ ઈન્ડીયાને તાત્કાલીક લેખીતમાં કે ઈમેઈલ દ્વારા કે ફોન દ્વારા કે ફેકસ દ્વારા ફરિયાદ કરી શકે છે. આમ કરવા છતા પણ જો યોગ્ય કાર્યવાહી ન થાય તો આ પુરાવાઓને આધારે ભવિષ્યમાં કોર્ટમાં ઈલેકશન પીટીશન પણ થઈ શકે છે. આ તમામ બાબતોનો ઈલેકશન કમિશન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના હુકમનાં અંતે સ્પષ્ટ પણે નોંધેલ છે કે એવું કયાંય રેકર્ડ ઉપર નથી કે ઈલેકશન કમિશન વીવીપેટ સ્લીપની ફરજીયાત ગણતરી માત્ર એક મતદાન મથક માટે જ કરી શકે. જો તેઓ ધારે તો ફરજીયાત પણે વીવીપેટ સ્લીપની ગણતરી દરેક બેઠક દીઠ એક કરતા વધુ મતદાન મથક માટે કરી શકે છે. જો કદાચ મતદાન મથકો પર વધારે અનિયમિતતા કે વધારે વિવાદ જણાય તો તેવા સંજોગોમાં, ગુજરાત હાઈકોર્ટે આશા અને વિશ્ર્વાસ સાથે ઈલેકશન કમિશનને વધારે મતદાન મથકો માટે પણ વીવીપેટ સ્લીપની ફરજીયાત ગણતરી કરવા સલાહ આપી છે.

અરજદારની પીટીશન કરવાની પાછળની જે ભાવના હતી કે ચૂંટણી પ્રક્રિયા નિર્ભયપણે, મુકત રીતે અને પારદર્શી રીતે થવી જોઈએ અને તેમ વિશ્ર્વાસ સાથે જનતા જનાર્દનને પણ લાગવું જોઈએ. તે હેતુ પૂરો થો છે. ઈવીએમ અને વીવીપેટમાં ગેરરીતિની ફરિયાદો અને આશંકા આ હુકમના પાલનથી દૂર થશે. અને તેની આ ચૂંટણીમાં તથા આગામી ચૂંટણીમાં દુરોગામી અસરો વર્તાશે તેમ સ્પષ્ટપણે ગુજરાત હાઈકોર્ટની ડીઝન બેંચના આ હુકમથી જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.