કેલ્શીયમ નાઈટ્રેટનું હવે ઘર આંગણે ઉત્પાદન, ખાતર ક્ષેત્રે સ્વનિર્ભર બનીશું અને આયાતનું ભારણ ઘટશે

જીએસએફસી દ્વારા કેલ્શીયમ નાઈટ્રેટનું ઉત્પાદન ઘરેલું ધોરણે શરૂ કરી ખેડ ખેતર અને પાણી ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ ભણી આગેકુચ

કૃષિ પ્રધાન ભારતમાં અર્થતંત્રના વિકાસની ધરોહર ગણાતી ખેતીમાં ઉપયોગી ખાતર માટે નિકાસની જરૂરીયાત ઓછી કરવી આવશ્યક છે. ખાતર ખેતી માટે આવશ્યક છે ત્યારે ખાતરના નિર્માણ માટેના કેલ્શીયમ નાઈટ્રેટ માટે અત્યાર સુધી આપણે મહદઅંશે વિદેશ ઉપર નિર્ભર રહેતા આવ્યા છીએ. હવે જીએસએફસી અને કેમીકલ ઈન્ડિયા લી.ના સહયોગથી ખાતર માટેના પાયાના તત્ત્વ એવા કેલ્શીયમ નાઈટ્રેટનું ઉત્પાદન ઘરેલું ધોરણે શરૂ કરવામાં આવતા ખેતીની સમૃદ્ધિની સાથે સાથે દેશ પર આયાત હુડીયામણનું ભારણ પણ ઘટશે.

મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જીએસએફસી દ્વારા નિર્માણ કરાયેલા કેલ્શીયમ નાઈટ્રેટ અને બોરોનોટેડ કેલ્શીયમ નાઈટ્રેટના ઉત્પાદનનું મુહૂર્ત કર્યું હતું.

કેલ્શીયમ નાઈટ્રેટનો ઉપયોગ પાણીમાં દ્રાવ્ય ખાતર બનાવવા માટે થાય છે. આ દ્રાવણનો ઉપયોગ વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ અને સીમેન્ટની શક્તિ વધારવા માટે પણ થાય છે. કેલ્શીયમ નાઈટ્રેટ અને બોરોનોટેડ પ્રથમ વખત ભારતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે ખેતી માટે પાયાના આ તત્ત્વને વિદેશમાંથી આયાત કરવું પડતું હતું. આ બન્ને ઉત્પાદનોને છુટક બજારમાં પ્રથમવાર મુકવામાં આવ્યું છે. પ્રાયોગીક ધોરણે હિમાચલપ્રદેશના સોલમ અને ગુજરાતના ભાવનગરમાં તેનું લોન્ચીંગ થયું છે. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની આ વિશિષ્ટ ઉપલબ્ધી છે. ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર અને ખાતર બનાવવા માટેના જરૂરી પદાર્થોની આયાતની ઓશિયાળાપણાની પરિસ્થિતિ દૂર થશે. તેમણે જણાવ્યું હતું કે, જીએસએફસીએ કેલ્શીયમ નાઈટ્રેટનું ઉત્પાદન ઘર આંગણે કરીને આત્મનિર્ભર ભારતના વધુ વેગવાન બનાવ્યું છે. આ બન્ને તત્ત્વોને ગુણવત્તાની પ્રમાણીકતા મળી ગઈ છે. ખાતર મંત્રાલયે જણાવ્યું હતું કે, જીએસએફસી વર્તમાન સમયમાં દર વર્ષે ૧૦,૦૦૦ ટનનું આ બન્ને વસ્તુઓનું ઉત્પાદન કરશે. આવનાર ત્રણ મહિનામાં જ ૧૫,૦૦૦ ટન સુધીનું ઉત્પાદન લઈ જવાશે. આગામી ૧૨ મહિનામાં જીએસએફસી આ ઉત્પાદન ક્ષમતા ૨૦,૦૦૦ ટન સુધી લઈ જશે.  ગયા વર્ષે ભારતે કેલ્શીયમ નાઈટ્રેટનું ૧.૨૫ લાખ ટનની રૂ.૨૦૦ કરોડની આયાત કરી હતી. તેમાંથી ૭૬ ટકા જેટલો માલ ચાઈનાથી અને અન્ય ૪૬૦૦ ટન માલ નોર્વે અને ઈઝરાયલથી મંગાવામાં આવ્યો હતો. જીએસએફસી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બન્ને તત્ત્વોથી ભારતનું અબજો રૂપિયાનો વિદેશી હુડીયામણ બચી શકશે.

Loading...