Abtak Media Google News

એક મહિનામાં ગ્રાહકે પોતાને જે ચેનલ જોવી હોય તેની પર પસંદગી કરવી પડશે

દુરસંચાર નિયામક ટ્રાઈના ઉપભોકતાઓને નવી વ્યવસ્થા અંતર્ગત ચેનલની પસંદગી કરવા માટે એક મહિનાનો એટલે કે ૩૧ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. ટ્રાઈના પ્રસારણ અને કેબલ સેવાઓ માટે નવા ફ્રેમ વર્ક બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે મલ્ટિ સર્વિસ ઓપરેટર્સ અને લોકલ કેબલ ઓપરેટર્સ માટે ટ્રાઈએ નવી ટેરિફ સિસ્ટમ બનાવે છે જે આજથી લાગુ થઈ રહી છે. આ સંબંધે ઓપરેટર્સ થોડા વધુ સમયની માંગ કરી છે.

ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ના સચિવ એસ.કે.ગુપ્તાએ જણાવ્યું કે, અમે પ્રસારકો, ડીટીએચ ઓપરેટરો અને એમએસઓ (મલ્ટી સિસ્ટમ ઓપરેટરો)ની સાથે એક બેઠક કરી. દરેકે નવા નિયમો લાગુ કરવાની તત્પરતા બતાવી છે. જોકે તેમણે અનુરોધ કર્યો છે કે ગ્રાહકોને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તે સુગમ અને સુદ્રઢ સેવાઓ માટે વિકલ્પોની પસંદગી કરી શકે. નવા ટેરિફ સિસ્ટમ અંતર્ગત ગ્રાહકોને કોઈપણ ચેનલ થોપવામાં નહીં આવે પરંતુ ગ્રાહકે માત્ર એજ ચેનલના પૈસા ભરવાના રહેશે. જે ચેનલે તે જોવા માંગતા હોય. ગ્રાહકના બધી પસંદગીની ચેનલો જોઈ શકશે. ગ્રાહકોને આ ચેનલ તેમની જોઈતી માત્રામાં ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે બધી ચેનલની કિંમતની જાણકારી ઈલેકટ્રોનિક પ્રોગ્રામ ગાઈડ દ્વારા ટીવી સ્ક્રીન પર જોવા મળશે. ટ્રાઈના નવા નિયમો મુજબ આ ચેનલની કિંમત ૧ રૂપિયાથી ૧૯ રૂપિયા સુધીની હશે. આ સાથે ગ્રાહક ૧૩૦ રૂપિયામાં ૧૦૦ ચેનલ જોઈ શકે છે. જેમાં ફી ટુ એયર ચેનલ પણ સામેલ થશે. ૧૦૦થી વધારે ચેનલ જોવા માટે ગ્રાહકે ૨૦ રૂપિયા વધારે આપવા પડશે. જેમાં તે ૨૫ વધુ ચેનલ જોઈ શકે છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.