Abtak Media Google News

વિવિધ દેશોના ૧૫૦ પ્રતિનિધિઓ હાજરી આપશે: આફ્રિકામાં ખેતી અંગે ખેડુત સંમેલન

સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળ દ્વારા આયોજિત છઠ્ઠા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના ઉદઘાટન પ્રસંગે ભારત સરકારના ઉધોગ અને વાણિજય મંત્રી સુરેશ પ્રભુ હાજર રહી ઉદઘાટન કરશે. આ પ્રસંગે હાજર રહેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ નિમંત્રણ આપવામાં આવેલ છે. વિદેશમાંથી લગભગ ૧૫૦ પ્રતિનિધિઓ આવી રહ્યા છે જેમાં વિવિધ દેશોના હાઈ કમિશનર, સરકારી અધિકારી અને મંત્રી પણ ઉપસ્થિત રહેનાર છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સમયે ગાંધીનગર પધારેલ ઉધોગ અને વાણિજય મંત્રી સુરેશ પ્રભુ સાથે સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા અને અન્ય સભ્યોએ તેમને રૂબરૂ મળીને સંસ્થા દ્વારા થતા આયોજન અને તેમાં ખાસ કરીને જે વિદેશી ડેલિગેટસ આવે છે તે અંગેની માહિતી આપવામાં આવેલ હતી. જેનાથી પ્રભાવિત થઈને તેઓએ રાજકોટ એસવીયુએમ ૨૦૧૯ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાના ઉદઘાટન પ્રસંગે હાજર રહેવા સંમતિ આપેલ. ઉધોગ અને વાણિજય મંત્રી સુરેશ પ્રભુ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિવિધ સંગઠનો સાથે પણ મિટીંગ કરનાર છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગ અને આફ્રિકન દેશો સાથે કૃષિ ક્ષેત્રના એમઓયુ થવાની પણ સંભાવનાઓ છે જેમાં ખાસ કરીને ખેતી, ખેતી અંગેની ટેકનોલોજી, ફુડ પ્રોસેસિંગ તથા ખેતીમાં વપરાતા સાધનો અને સિંચાઈ પઘ્ધતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાંધકામ ઉધોગ જેમાં મુખ્યત્વે આર્કીટેક, સ્ટ્રકચરલ એન્જીનીયર્સ, કોન્ટ્રાકટર્સ અને બિલ્ડર્સ માટે રોડ-રસ્તા, હોસ્પિટલ, સ્કુલો, રહેણાંક આવાસ યોજનાઓ માટે પણ આફ્રિકાના દેશોમાં ખુબ જ મોટી તકો રહેલી છે જે અંગે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. હેન્ડી ક્રાફટના ઉત્પાદનોને સ્થાનિક તેમજ નિકાસ વેપાર મળી રહે તે માટે એક અલગ ડોમ ઈન્ડેકસસી દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે.સંસ્થા દ્વારા ગુજરાતના તમામ વેપારી અને ઉધોગ સંગઠનોને શોની મુલાકાત લેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ એસોસીએશન અને ચેમ્બર તરફથી સહયોગ મળી રહ્યો છે. વિદેશી પ્રતિનિધિ મંડળો રાજકોટ અને મોરબીના વિવિધ ઉધોગોની મુલાકાતે પણ જશે. વેપાર મેળાને સફળ બનાવવા એકિઝબિશન કમિટીના ચેરમેન મહેશ નગદીયાની આગેવાની હેઠળ મહેશભાઈ મહેતા, રાજુભાઈ ગોંડલીયા, વૈશાલીબેન ધકાણ, ડોકટર રિદ્ધિબેન, પ્રશાંત ગોહેલ, ભુપત વશરા, મનમોહનસિંઘ નંદા, દિનેશભાઈ વસાણી, જય શાહ, કેતન વેકરીયા, ધનલ ગોહેલ, જીજ્ઞેશ સોઢા, વનરાજસિંહ વાળા, હેમાંગ સોલંકી, પ્રકાશ સોલંકી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દરમિયાન વિવિધ પ્રકારના ૧૦ સેમિનાર

આર્કીટેક, સ્ટ્રકચરલ એન્જીનીયર્સ, કોન્ટ્રાકટર્સ અને બિલ્ડર્સ માટે આફ્રિકામાં તકો તા.૧૧/૨/૨૦૧૯, બપોરે ૨ થી ૪

આફ્રિકા-અફઘાનિસ્તાન-કંબોડીયા અને બાંગ્લાદેશમાં વેપારની તકો તા.૧૧/૨/૨૦૧૯ સાંજે ૪:૩૦ થી ૬:૩૦

વિઝા પ્રોસેસ ઉપર યુકેના ડેપ્યુટી હાઈ કમિશનરના ભૂતપૂર્વ સલાહકાર અને વિષયના નિષ્ણાંત દિગંત સોમપુરાનો સેમિનાર તા.૧૨/૨/૨૦૧૯, સવારે ૧૦ થી ૧૧

વુમન એન્ટર પ્રિન્યોર શિપ અને આફ્રિકામાં વિશેષ પ્રમાણમાં વુમન એન્ટરપ્રિન્યોર શિપ અંગે સેમિનાર તા.૧૨/૨/૨૦૧૯, બપોરે ૩ થી ૬

આફ્રિકામાં બિઝનેશની તકો તા.૧૩/૨/૨૦૧૯ સવારે ૧૦ થી ૧

યંગ એન્ટરપ્રિન્યોર, સ્ટાર્ટઅપ અને ઈનોવેટર્સ મીટ તા.૧૩/૨/૨૦૧૯ બપોરે ૨ થી ૬

આફ્રિકામાં ખેતી અને ખેત ઓજારોની નિકાશ અંગે સેમીનાર તા.૧૪/૨/૨૦૧૯ સવારે ૧૦ થી ૧

વિદેશથી પધારેલ મહેમાનોનો સત્કાર સમારંભ તા.૧૪/૨/૨૦૧૯ બપોરે ૩ થી ૬

બી ટુ બી મીટ તા.૧૫/૨/૨૦૧૯ સવારે ૧૦ થી સાંજે ૬

બ્યુરો ઓફ એનર્જી કન્સેર્વેશન ઉપર સેમિનાર તથા મીની પ્રદર્શન તા.૧૫/૨/૨૦૧૯ સવારે ૧૦ થી ૬

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.