Abtak Media Google News

ચોમાસુ સત્રમાં લોકસભામાં બીલ પારીત કરી નવો કાયદો અમલી બનાવાશે: બળાત્કારમાં લઘુતમ સજા ૭ વર્ષથી વધારી ૧૦ વર્ષ કરવા જોગવાઈ: ગેંગરેપમાં આકરામાં આકરી સજા થશે

દેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓને ખૂબજ ગંભીરતાી લેવામાં આવી છે. જેના પરિણામે અનેક સ્તરે કાયદાકીય સુધારા સરકાર અને ન્યાય તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. લોકસભાના ચોમાસુ સત્રમાં કેબીનેટે ૧૨ વર્ષી નીચેની તરુણી સાથે દુષ્કૃત્યના ગુનામાં મૃત્યુદંડની સજાને જોગવાઈની મંજૂરી આપી દીધી છે.

ગઈકાલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટની મીટીંગમાં આ મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયના અંતર્ગત કાર્યરત ન્યાય વિભાગે ગૃહ સચિવ સાથે ઉંડી ચર્ચા-વિચારણા કરી મૃત્યુદંડની જોગવાઈ મુદ્દે ડ્રાફટ તૈયાર કર્યો હતો. આગામી સમયમાં ધ ક્રિમીનલ લો (એમેડમેન્ટ) બીલ ૨૦૧૮ લોકસભામાં પારીત થઈને જૂના કાયદાનું સન લેશે.

બળાત્કારના કેસમાં નવા કાયદા હેઠળ લઘુતમ સજાને સાત વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવી છે. નવા બીલ અનુસાર ૧૬ વર્ષથી નીચેની બાળકી સાથે દુષ્કૃત્યના ગુનામાં હવે લઘુતમ ૧૦ વર્ષના સને ૨૦ વર્ષની સજા થશે. આવા કેસમાં આજીવન કારાવાસ પણ થઈ શકે છે.

૧૬ વર્ષથી નીચેની વયની બાળકી સાથે ગેંગરેપના કેસમાં લઘુતમ સજા આજીવન કારાવાસની રહેશે. ૧૨ વર્ષથી નીચેની બાળકી સાથે બળાત્કારના ગુનામાં લઘુતમ સજા ૨૦ વર્ષની રહેશે. ૧૨ વર્ષની બાળકી સાથે ગેંગરેપના ગુનામાં આજીવન કારાવાસી લઈ મૃત્યુદંડ સુધીની સજા થઈ શકશે.

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં તરુણી ઉપર બળાત્કાર બાદ હત્યા તા ઉત્તરપ્રદેશના ઉનાઉમાં યુવતી સાથે દુષ્કૃત્યની ઘટના બાદ સમગ્ર દેશમાં દુષ્કૃત્યના ગુનામાં આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી લોકલાગણી ઉઠી હતી. જેના પરિણામે સરકાર પણ કડક સજાની જોગવાઈ માટે તૈયાર થઈ હતી અને આખરે ગઈકાલે કેબીનેટ ૧૨ વર્ષી નીચેની તરુણી સાથે દુષ્કૃત્યના ગુનામાં મૃત્યુદંડની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.