Abtak Media Google News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગર્વનર ઉર્જિત પટેલ અને નરેન્દ્ર મોદી સરકારવચ્ચેની રકઝકનો અંત આવ્યો હોય તેમ લાગતું હતું. કેમ કે ગર્વનર ઉર્જિત પટેલે રાજીનામુ ધરી દીધું. તેમની સાથે પટેલના ડેપ્યૂટી ગર્વનર વિરલ આચાર્યે પણરાજીનામુ ધરી દીધું.

રિઝર્વ બેંકનું 3.6 લાખ કરોડ રૂપિયાનું રિઝર્વ સરકાર પોતાના ઉપયોગ માટે નલઈ શકે તેવું સ્ટેન્ડ લેનારા ઉર્જિત પટેલ સરકારના મનથી ઉતરી ગયા હતા. સરકાર અનેરિઝર્વ બેંક વચ્ચેના ઘર્ષણના મુદ્દે પહેલીવાર જાહેરમાં બોલનારા વિરલ આચાર્યે પણસરકારને ગુડબાય કહી દીધું છે.

જોકે આ કશ્મકશનો આંશિક અંત કહી શકાય, કારણ કે પહેલા સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદસુબ્રમણિયને રાજીનામુ ધરી દીધું અને હવે રિઝર્વ બેંકના બે ટોચના અધિકારીઓસરકારને ગુડબાય કહી ચુક્યા છે. ત્યારે આર્થિક નિષ્ણાતોમાં સરકારની છબિ ખરડાઈ છે. 

વર્ષ 1990 બાદ પ્રથમવાર કોઇ ગવર્નર કાર્યકાળ પૂરો થયા પહેલાં રાજીનામું આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજન અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચેની સ્પષ્ટ ખાઈનાપરિણામે રાજને પોતાનો કાર્યકાળ પૂરો થયો એ પછી સામેથી જ બીજી ટર્મ માટે ગર્વનરનહીં બનવાનું કહી દીધું હતું.

નોટબંધી જેવા મહત્વના મુદ્દે રાજને મોદી સરકારને ઘસીનેઇનકાર કર્યો હોવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ મોદી સરકારે ઉર્જિત પટેલને રિઝર્વબેંકનો કાર્યકાળ સોંપ્યો હતો, પરંતુ સમય વીતતાં પટેલને પણ મોદી સરકારની નીતિઓઅનૂકૂળ આવી નહોતી.

ઉર્જિત પટેલ પોતાના નિવેદનમાંજાહેરાત કરી હતી કે, તેમણે પોતાના વ્યક્તિગત કારણોસર વર્તમાન પદેથી તાત્કાલિક ધોરણે રાજીનામુંઆપવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કના વિવિધ ક્ષેત્રોની જવાબદારી સાથે અહીકામ કરવાની તક મળી જે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ઉર્જિત પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત થવાનો હતો. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.