Abtak Media Google News

ટેકનોલોજીનાં ઉપયોગથી ગુનાઓનું ડિટેક્શન બન્યું સરળ: એસીપી સરવૈયા

જયદિપ સિંહ સરવૈયા (એસીપી ક્રાઈમ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટ પોલીસ ૨૦૧૯નું વર્ષ ખૂબજક સારૂ ગયું છે. રાજકોટ સ્માર્ટ સીટી તરીકે વીકસી રહ્યું છે. અને તેમાં પણ આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાની મદદથી ગુનાખોરી પર ખૂબજ અંકુશ આવે છે. સીસીટીવી કેમેરાની મદદથી ઘણા ગુનાઓ ઉકેલી શકાયા છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ આઈટી ટેકનોલોજીની મદદથી એક સુરક્ષીત એપ વિકસાવી છે. આ સુરક્ષીતા એપમાં બૂટલેગર, ટપોરી, હીસ્ટ્રીસીટરના ૧૩૦૦ જેટલા આરોપીઓ પર વોચ રાખી શકાય છે. અને કોન્સ્ટેબલ તેમના ઘરે જઈ ચેક રી શકાય તેવી સુવિધા આપવામાં આવી છે. આ એપની મદદથી ૨૦૧૮ કરતા ૨૦૧૯માં ૬૦૦ કેસોનો ઘટાડો જોવા મળ્યો છે.

થોડા સમય પહેલા આઠ વર્ષની બાળા પર દુષ્કર્મોનો મામલો હતો ત્યારે સમગ્ર સીટી પોલીસ એકત્ર થઈ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ પત્નીએ તેમના પ્રેમી સાથે પત્નીની હત્યા કરેલી હતી તે કિસામાં પણ મહેનતથીક પોલીસ દ્વારા ૨ દિવસમાં આરોપીને ડીટેકટ કરવામાં આવ્યો હતો.

૨૦૧૯ મરી ૨૩ વર્ષની સર્વીસમાં ખૂબજ સારૂ રહ્યું છે. અત્યાર સુધી ક્રાઈમ પર ડિટેકશન માણસો દ્વારા કરવામાં આવતા હતા પરંતુ પોલીસ કમિશ્નરની આગેવાની હેઠળ સુરક્ષીત એપ, ટી થ્રીજી તેમજ ફોરજીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ અમે મનોજ અગ્રવાલસિંહની રાહદારી હેઠળ જે રીતે વિકસી રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ વિકસી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.