Abtak Media Google News

જરૂરીયાતમંદોને આનંદનગર, જ્ઞાન ગંગા ચોક, પુષ્પાબેન પંડયા માર્ગ અને કોઠારીયા રોડ ખાતેથી સસ્તાદરે મળી રહેશે દવાઓ

ધી રાજકોટ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ ક્ધઝયુમર્સ કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ અપના બજાર દ્વારા આનંદનગર, જ્ઞાનગંગા ચોક, પુપાબેન પંડયા માર્ગ, કોઠારીયા રોડ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. જયાં જીનીરીક દવાઓ ઉપરાંત તમામ પ્રકારની દવાઓ, કોસ્મેટીકસ ઉપલબ્ધ છે. ભારતીય જન ઔષધી કેન્દ્રનો મુખ્ય હેતુ બજારમાં મળતી દવાઓ કરતા સસ્તા ભાવે લોકોને દવાઓ પહોચાડવાનો છે. મોદી સરકાર આ માટેઅથાગ પ્રયત્નો કરી રહી છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર અVlcsnap 2017 04 01 11H19M11S57પના બજાર સંચાલિત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ રસાયણ અને ફર્ટીલાઈઝર્સ મંત્રાલય ભરત સરકાર માન્ય તથા બીપીપીઆઈ દ્વારા સંચાલીત છે. આ જન ઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ જીનેરીક તેમજ અન્ય દવાઓ બજારમાં મળતી દવાઓની જેમ બ્રાન્ડેડ છે. બજારમાં મળતી દવાઓની સરખામણીએ આ દવાઓ તેના પાંચથી દસમાં ભાગ જેટલી સસ્તી કિમંતે મળી રહેશે અત્યાર સુધીમાં ગુજરાતમાં આવા કુલ ૮૯ જન ઔષધી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. રાજકોટમાં સહકારી સંસ્થા દ્વારા ઉભુ કરેલુ આ પ્રથમ જન ઔષધી કેન્દ્ર છે.જેમાં ડાયાબીટીસ અને બીપી જેવા રોગોની દવાઓ અત્યંત રાહતદરે મળી રહેશે શહેરવાસીઓને આ પરિયોજનાનો મોટાપાયે લાભ મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.