આ પોસ્ટર જોતાજ તમે ફરી એકવાર યાદ કરશો પ્રેમના રંગો

674

આગામી નવા વર્ષ એટલે કે ૩૧મી જાન્યુઆરીએ ૨૦૨૦ ના રોજ તમે પણ ખોવાશો ફરી પ્રેમમાં કારણ આવી રહ્યું છે  એક ગુજરાતી ફિલ્મ “લવની લવ સ્ટોરીસ”. જેના નિર્દેશક અને લેખક દુર્ગેશ તન્ના છે. આ ફિલ્મની લવની લવ સ્ટોરીસના નિર્માતા મનિષ અંદાણી અને કરીમ મિનસારીય છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ કાલકારો પોતાનો અભિનય કર્યો છે જેમાં પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર, દિક્ષા જોષી, વ્યોમા નંદી, હાર્દિક સંઘાણી જેવા અનેક બીજા કલાકારો જોવા મળશે. ત્યારે તેનું બીજું પોસ્ટર ૨૪ ડિસેમ્બરના૨૦૧૯ના રોજ થયું રિલીઝ આ પોસ્ટર જેમાં પ્રેમના રંગો અલગ અને રંગીન હોય તેવું એકદમ રંગીન દેખાય છે. આ ફિલ્મના તમામ પાત્રો પણ જોવા મળે છે. આ ફિલ્મનું નામ પોતેજ કહી દે છે કે લવની લવ સ્ટોરીસ તો ફિલ્મમાં એકથી વધુ લવ સ્ટોરીસ હશે. ત્યારે આ પોસ્ટરમાં આ ફિલ્મના બધાં પાત્રો દેખાય છે અને સાથે તેના નામ પણ લખાયેલા જોવા મળે છે.  જેમાં પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર, ભાવિની જાની,અલ્પના બુચ,હાર્દિક સંઘાણી,દિક્ષા જોશી, વ્યોમા નંદી ,હરિકૃષ્ણ દવે, તરજની ભાડલા,ભવ્ય સીરોહી, મેહુલ બુચ, વંદના વિઠ્ઠલાની પાત્રો પણ જોવા મળે છે. સાથે આ પોસ્ટરમાં દરેક પાત્રો કોઈ એક વિચારમાં હોય તેવું દેખાય છે. તો આગામી  ૩૧મી જાન્યુઆરીમાં અવશ્ય નિહાળો આ પ્રેમની એક અદ્ભુત ફિલ્મ આપના નજીકના સિનેમા ઘરોમાં.

 

Loading...