Abtak Media Google News

 જો તમે એ બાબતથી પરેશાન છો કે તમારી પર્સનલ ઈ મેલ અને બાબતો કોઈ જાણી જશે. તો ચિંતા કરવાનું છોડી દો કારણ કે ગુગલે હવે આ બાબતનું પણ નિરાકરણ કરી દીધું છે. ગુગલે એકાઉન્ટ મેનેજર પેજ આપીને તેનું સમાધાન કાઢી લીધું છે. જેનો ઉપયોગ તમે ડીજીટલ વસિયત બનાવવા માટે પણ કરી શકો છો.

ગુગલે લોકોને પૂછશે કે તમે તમારા મૃત્યુ પછી તમારા ફોટા, ડોક્યુમેન્ટ અને અન્ય સામગ્રીઓનું શું કરવા ઈચ્છો છો.તેથી તેમ ઇનએક્ટીવ એકાઉન્ટ મેનેજરનો ઉપયોગ કરીને ગુગલને નિર્દેશ આપી શકો છો કે ગુગલ ડ્રાઈવ, જી મેલ. યુ ટ્યુબ કે સોશિય્મ નેટવર્ક ગુગલ પ્લસનો ડેટા તમે કોઈ ખાસ વ્યક્તિને મોકલી શકો છો અથવા લાંબા સમય બાદ તેને ક્લીન કરી શકો છો. એકાઉન્ટ સેટિંગમાં એક સંદેશમાં ગુગલ લોકોને પોતાનો ડેટા ફેમીલીને શેર કરવાનો કે પછી અમુક સમય બાદ ક્લીન કરવાનું ઓપ્શન આપશે.

આ ઉપરાંત ગુગલ લોકોએ એ ઓપ્શન પણ આપશે કે કાર્યવાહી કરતા પૂર્વે તે કેટલો સમય રાહ જુવે અને કેવી રીતે ડેડા તબદીલ કરે. કેલીફોર્નીયામાં સ્થિત આ કંપની એકાઉન્ટ હોલ્ડરને સમય પૂર્ણ થતા પૂર્વે જ તેને મેસેજ મોકલશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.