Abtak Media Google News

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, નાણાની સવલત તથા રોજગારીની નવી તકો ઉભી થશે

વૈશ્ર્વિક સ્તર પર અર્થતંત્રને વધુને વધુ મજબુત કરવા અને તેને બેઠુ કરવા માટે  સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે પ્રગતિશીલ અને સંવેદનશીલ રૂ પાણી સરકાર દ્વારા લોજિસ્ટીક, માઈનીંગ, આઈટી ક્ષેત્રને ઉધોગનો દરજજો આપવાનું નકકી કયુર્ં છે. જેથી રૂ પાણી સરકાર વિકાસને હરણફાળ ભરાવશે તેમાં સહેજ પણ શંકાને સ્થાન રહેતું નથી. રૂ પાણી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનાં પગલે જે ઉધોગકારો લોજિસ્ટક, માઈનીંગ, આઈટી કે પછી આઈટીઈએસ ઉધોગ સાથે જોડાવવા માંગતા હોય તેઓ માટે એક ઉત્તમ તક રાજય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. તેઓ તેમનો વ્યાપાર ખુબ જ સરળતાથી કરી શકે તેના માટે સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેવી રીતે થાય તે દિશામાં પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. લોજિસ્ટીકની સાથો સાથ માઈનીંગ અને આઈટીને જે ઉધોગનો દરજજો મળ્યો છે તેનાથી રોકાણ અને બેંક લોન ઉધોગપતિઓને ખુબ સરળતાથી મળી રહેશે જેનું એકમાત્ર કારણ એ છે કે, જયાં સુધી ક્ષેત્રને ઉધોગનો દરજજો મળ્યો ન હતો ત્યાં સુધી બેંકો તરફથી કોઈપણ પ્રકારની લોન ઉધોગકારોને મળવાપાત્ર ન હતી જેનું એકમાત્ર કારણ એ છે કે આ તમામ ઉધોગ સર્વિસ સેકટર સાથે સંકળાયેલા છે જેમાં સામાપક્ષે માત્ર સર્વિસ જ આપવાની હોય ત્યારે આ તમામ ક્ષેત્રને ઉધોગનો દરજજો મળતા બેંકો તરફથી તેઓને લોન પણ મળવાપાત્ર રહેશે. સાથોસાથ વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે. સર્વિસમાં પણ સુધારો જોવા મળશે. અંતમાં રોજગારીની પણ ખુબ મોટી તકો ઉભી થશે. સરકાર દ્વારા ઘરનાં ઘરનું સ્વપ્ન અને હર બેરોજગાર કો કામ મુદાને ધ્યાને લઈ આ તમામ પગલાઓ જે લેવામાં આવી રહ્યા છે તેનો સીધો ફાયદો ગુજરાત રાજયને પહોંચશે જે અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં અત્યંત મદદરૂ પ સાબિત થશે ત્યારે લોજિસ્ટીક, માઈનીંગ અને આઈટીને જે ઉધોગનો દરજજો આપવામાં આવ્યો છે તે રૂ પાણી સરકારની સૌથી મોટી જીત પણ માનવામાં આવી રહી છે.

ગુજરાત સરકારે ઉદ્યોગધંધામાં રોકાણને વેગ મળે તથા રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું સૂત્ર સાકાર કરવા આઇટી, આઇટી એનેબલ્ડ સર્વિસિસ, લોજિસ્ટિક્સ અને માઇનિંગ સેક્ટરને ૬૩અઅ હેઠળ કલેક્ટરની પરવાનગી લઇને જમીન ખરીદી અને બિનખેતી પરવાનગી લેવાની જંજાળમાંથી મુક્ત કર્યા છે. આ નિર્ણયને કારણે ઉદ્યોગધંધા શરૂ કરવામાં થતા બિનજરૂરી વિલંબને ટાળી શકાશે અને ઉદ્યોગ એકમો ઝડપથી ધમધમતા બનશે.વિજય રૂપાણીની ગુજરાત સરકારે ગયા વર્ષે આઇટી, આઇટી ઇનેબલ્ડ સર્વિસિસ, લોજિસ્ટિક્સ અને માઇનિંગ સેક્ટરને બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ હેઠળ આવરી લીધાં છે. મહેસૂલ વિભાગના વર્તમાન કાયદા પ્રમાણે બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ હેઠળ ૬૩અઅ હેઠળ પરવાનગી લેવાની રહેતી નથી તથા ડીમ્ડ એનએ પ્રમાણપત્ર આપી શકાય છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે અગાઉ આ ક્ષેત્રોના ઉદ્યોગકારોને બિનખેતી જમીનની પરવાનગી આગોતરી લેવી પડતી હતી તેમાં મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર તેમાં સરળતા લાવી છે. આથી ઉદ્યોગ શરૂ કર્યાં બાદ ડીમ્ડ એન.એ. માટે કલેક્ટરને અરજી કરી શકાશે. આવી પ્રક્રિયાઓમાં ઘણી વાર એક વર્ષ જેટલો સમય લાગી જતો હોવાથી રોકાણકાર પોતાનો વિચાર બદલી નાંખે છે. આમ ન થાય તે માટે આ સરળતા કરી આપી છે જેથી રાજ્યમાં રોકાણ અને રોજગાર વધશે.

આઈટી સેક્ટર તથા માઇનિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે અગાઉ પણ અલગ પોલિસી ૨૦૧૬માં બહાર પાડી છે. આઇટી સેક્ટરને જમીન અથવા મકાનના દસ્તાવેજ માટેની સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ફીમાં ૧૦૦ ટકા મુક્તિ પહેલેથી જ અપાઇ છે. આ ઉપરાંત જગ્યા ભાડે હોય તો તે ભાડા ઉપર પણ સરકાર સબસિડી ચૂકવે છે. ઉદ્યોગ સ્થાપવા માટે જમીન લેવાની હોય ત્યારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(ખ) તેમજ ગણોતધારા કલમ ૬૩અઅની જોગવાઈ પ્રમાણે સંબંધિત કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. જો આમ ન થયું હોય તો કલેક્ટર જમીન મૂળભૂત માલિકને કે જમીન વિહોણા લોકોને આપી શકે છે અથવા સરકાર પણ દાખલ થઇ શકે. એવાં ઉદ્યોગો કે જેમાં પ્રદૂષણ ફેલાવાની શક્યતા નથી તેને સરકાર બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ હેઠળ આવરી શકે છે. કેમિકલ કે પેટ્રોકેમિકલ પ્રકારના ઉદ્યોગો સિવાયના એકમોને આ પ્રકારની કક્ષામાં આવરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.