૩૧ ડીસેમ્બર સુધીમાં વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત

59

વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની છેલ્લી તા.૩૧ ડિસે. છે. રાજકોટ આરટીઓ આ માટે પયત્નશીલ છે. આરટીઓ દ્વારા જોકે આ અંગે અનેક વખત જૂના ટુ વ્હીલર અને ૪ વ્હીલરમાં એચએસઆરપી પ્લેટ લગાવવા માટે જનતાને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

પરંતુ હજુ લોકો જૂના વાહનોમાં એચએસઆરપી પ્લેટ બદલવા માટે સક્રિય થયા નથી. આ માટે એચએસઆરપી દ્વારા ૩૧ ડિસે. છેલ્લી તારીખ આપવામાં આવી છે. અગર ત્યાં સુધીમાં પ્લેટ નહિ લગાવામાં આવે તો જુના ટુ વ્હીલર માટે રૂ.૫૦૦ અને ૪ વ્હીલરમાં રૂ.૧૦૦૦નો દંડ ફટકારવામાં આવશે.

Loading...