Abtak Media Google News

‘અબતક’ ગ્રુપની મીડિયા પાર્ટનરશીપના સથવારે રૂદ્ર કન્સલટન્સીનું શાનદાર આયોજન રંગીલા રાજકોટીયનો મનભરીને થર્ટી ફર્સ્ટની પાર્ટીનો આનંદ લુંટશે

અનલીમીટેડ સ્વાદિષ્ટ ભોજન, સુંદર લાઈટીંગવાળુ ડિસ્કો ગ્રાઉન્ડ, હાઈપ્રો ટેકનોલોજી ધરાવતી સાઉન્ડ સિસ્ટમ તેમજ સધન સુરક્ષા સાથેની સિક્યોરિટી વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

અનલીમીટેડ સ્વાદિષ્ટ ભોજન, સુંદર લાઈટીંગવાળુ ડિસ્કો ગ્રાઉન્ડ, હાઈ-પ્રો ટેકનોલોજી ધરાવતી સાઉન્ડ સિસ્ટમ તેમજ સધન સુરક્ષા સાથેની સિક્યોરિટી વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

‘અબતક’ ગ્રુપની મીડિયા પાર્ટનરશીપના સથવારે રૂદ્ર કન્સલ્ટન્સી દ્વારા રંગીલા રાજકોટીયનો માટે બાય બાય ૨૦૧૮, વેલકમ ૨૦૧૯ થર્ટી ફર્સ્ટ પાર્ટીનું હેરીટેજ પેલેસમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનલિમિટેડ સ્વાદિષ્ટ ભોજન, સુંદર લાઈટીંગવાળુ ડિસ્કો ગ્રાઉન્ડ, હાઈ-પ્રો ટેકનોલોજી ધરાવતી સાઉન્ડ સીસ્ટમ તેમજ સધન સુરક્ષા સાથેની સિકયોરીટી વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે આ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મનાં એકટર, એકટ્રેસ અને ડિજે કલાકારો સહિત કુલ ૭ સેલિબ્રિટીઓ મજા કરાવશે.

રાજકોટની રંગીલી પ્રજા વાર તહેવાર તેમજ ઉત્સવોની  ઉજવણી કરવામાં આજ સુધી પાછળ રહી ની અને રહેવાની પણ ની કેમકે આ તો છે. શોખીન અને રંગીન પ્રજાની ભૂમી. હવે એવામાં જ અગર રાજકોટના આંગણે અગર કોઈ ૩૧મી ડીસેમ્બરની વાત કરે તો ભાઈ એમાં પણ પીછેહટ થોડીના હોય. છેલ્લા એકાદ દાયકાથી રાજકોટમાં ૩૧મી ડીસેમ્બરનાં સરસ મજાનાં આયોજનો થઇ રહ્યા છે, પણ આ વર્ષે તો કદાચ આ દાયકાનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. આ વર્ષે રાજકોટમાં ૩૧મી ડીસેમ્બરનાં નાના – મોટા આયોજનોની કુલ સંખ્યા આશરે પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦ થી ૨૨ જેટલી છે, જયારે આ ૨૦ – ૨૨ આયોજનોમાં મોટાપાયાનાં આયોજનોની સંખ્યા જોઈએ તો વધીને ૩-૪ જેટલી છે.

આ ૩ -૪ મોટાપાયાના આયોજનોમાં જોઈએ તો રુદ્ર કન્સલ્ટન્ટસી ‘અબતક’ ગુપની મીડિયા પાર્ટનરશીપનાં સવારે ૩૧મી ડીસેમ્બરની ડાન્સ પાર્ટીનું શાનદાર અને ભવ્ય આયોજન કરી રહ્યું છે, આ આયોજનમાં અલગ અલગ ક્ષેત્રની કુલ ૭ સેલિબ્રિટીઓ આમંત્રિત છે તદુપરાંત લોકોનાં પગલાંઓને નગનાટ આપતાં ૨ ડીજે કલાકારો છે. અનલીમીટેડ સ્વાદિષ્ટ ભોજન, ખુબ જ મજાનાં લાઈટીંગ વાળું ડિસ્કો ગ્રાઉન્ડ, હાઈ-પ્રો ટેક્નોલોજીવાળું સાઉન્ડ સીસ્ટમ, તેમજ પરિવાર સાથે મજા માણી શકાય તે માટે ઉચ્ચ શિસ્તવારી સિકયોરીટી પણ છે.

આ આયોજનમાં લોકોનો ફેવરીટ અને છેલ્લો દિવસ, શું યું. ફેમીલી સર્કસ વગેરે જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મનો સુપ્રસિદ્ધ હીરો મિત્ર ગઢવી, તેમજ અનેક ટીવી સિરિયલની જાણિતી અને મીડ નાઈટ વી મેનકા જેવાં જુદા જ કન્સેપ્ટ વારી ગુજરાતી ફિલ્મની સુપ્રસિદ્ધ હિરોઈન એશા કંસારા આવી રહ્યાં છે. તો, બીજીબાજુ રાજકોટનાં રેડિયો જોકીમાં શ્રેષ્ઠ, નામાંકિત અને સૌથી વધુ યુવાપ્રિય એવા આર.જે. આકાશ તેમજ ભૂતપૂર્વ આર, જે. અને એન્કર એવા આર.જે. વિરલ આ શાનદાર અને ભવ્ય ડાન્સ પાર્ટીમાં લોકોને મનોરંજન આપવાં અને ૩૧મી ડીસેમ્બર ૨૦૧૮ ને યાદગાર બનાવવા આવી રહ્યાં છે. 

સાથે યુ – ટ્યુબની સૌથી નાની અને લોકોમાં સૌ વધુ ફેવરીટ બનેલી એવી ધ્યાની જાની પણ આ ડાન્સ પાર્ટીમાં યુ – ટ્યુબ યંગસ્ટર્સ તરીકે આવી રહી છે. તો, ફેશન મોડેલીંગમાં મી. ગુજરાત ૨૦૧૭ નો ખિતાબ જીતેલા જય વાધવાણી જેઓ સિંધી સિરિયલ કલાકાર પણ રહી ચુક્યા છે તેમજ યુવાનોમાં વધુ લોકપ્રિય છે તેઓ પણ આ ડાન્સ પાર્ટીમાં આવી રહ્યાં છે. આ યાદીમાં હજુ પણ એક એવી સેલિબ્રિટી સામેલ છે જેઓ આજકાલનાં યુવાનોમાં સૌથી વધુ વપરાતી વિવિધ સોશિયલ મીડિયા એપનાં ખુબ જ પ્રખ્યાત અને ફેવરીટ કપલ છે, એ છે દિવ્યેશ અને મનાલી દુધાત્રા, અમદાવાદના સુપ્રસિદ્ધ ડી.જે. કલાકારો ડી.જે. આભીશ અને ડી.જે, વૈશાલ રાજકોટની રંગીલી જનતાને ડિસ્કો સ્ટેજ પર નગનાટ કરાવશે.

આ બાય બાય ૨૦૧૮ અને વેલકમ ૨૦૧૯ ની શાનદાર તેમજ ભવ્ય ડી.જે, નાઈટ પાર્ટી ધ હેરીટેજ પેલેસ ખાતે, ખંઢેરી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં, તારીખ ૩૧મી ડીસેમ્બર, ૨૦૧૮ – સોમવારના રોજ યોજવામાં આવી છે. જેનો સમય ૦૮:૦૦ કલાકે રાત્રીથી રહેશે. આ પાર્ટીમાં આવવા માટેનાં પાસ રાજકોટમાં અલગ અલગ પાસ વિતરણ કેન્દ્ર પર ઉપલબ્ધ છે. જેમાં પોસ્ટ લીમડા ચોક, ટી -પોસ્ટ રેસકોર્ષ, ટી પોસ્ટ દેશી કાફે, વગેરે ટી પોસ્ટ કેન્દ્ર તેમજ પીઝા ઝોન રીલાઇન્સ મોલ સામે, કાઠીયાવાડી કસુંબો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.વી.ઓ. પીઝા કાલાવડ રોડ, સ્પીક્લેસ કાફે નુતનનગર મેઈન રોડ કોટેચા સર્કલ, ટ્રેડીએન્ટ ફિટનેસ કિશાનપરા ચોક વગેરે જેવા વગેરે મુખ્ય પાસ વિતરણ કેન્દ્રો છે. વધુ માહિતી ૦૯૫૭૪૪ ૧૨૪૮૧ નંબર ઉપરી મળી શકશે. આ સો રાજકોટની રંગીલી અને શોખીન જનતાને આ પાર્ટીમાં આવવાં રુદ્ર કન્સલ્ટન્ટસી રાજકોટ તેમજ ‘અબતક’ ગ્રુપ મીડિયા પરિવારનું હાર્દિક આમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.