Abtak Media Google News

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સફળતાપૂર્વક પૂર્ણ  ખરબો રૂપીયાના નવા એમઓયુ પર થયા કરારો

ટેકસટાઈલ્સ અને રિન્યુએબલબલ એનર્જીને લઈ મહત્વપૂર્ણ એમઓયુ પર કરાયા હસ્તાક્ષરો

એસએમઈ અને એમએસએમઈ ક્ષેત્રમાં ૨૧૦૦૦થી વધુ એમઓયુ પર કરાયા હસ્તાક્ષર

ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ૮૦૦૦ કરોડના ૨૭૩ એમઓયુ પર મંજૂરીની મહોર

વાઈબ્રન્ટ સમીટ ૨૦૧૯ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે, વાઈબ્રન્ટ સમીટ ૨૦૧૯ દરમિયાન ૨૮૩૬૦ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ એમઓયુથી ૨૧ લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. પરંતુ આ એમઓયુમાં કયાં કયાં રાજયને કેટલા ‚પિયાનું નિવેશ મળ્યું છે તે હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

ત્રણ દિવસ સુધી ચાલેલા આ વાઈબ્રન્ટ સમીટમાં સમાપન કાર્યક્રમ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સમીટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્નું સાકાર થયું છે. કારણ કે અનેક વિધ ક્ષેત્રે ઘણાખરા રોકાણો ઉપર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.જેનાથી રોજગારીનું પણ સર્જન થશે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાત વિશ્વ માટે પ્રવેશ દ્વાર છે અને ભારત જેવું આદર્શ મંચ વ્યાપાર માટે કોઈ આદર્શ સ્થળ છે નહીં. આ વાઈબ્રન્ટ સંમેલનમાં વ્યાપાર અને ઉદ્યોગો સાથે સાથે સામાજીક ઉત્થાનનું સ્થળ પણ બની ગયું છે.

વિજયભાઈ રૂપાણીના જણાવ્યાનુસાર ૨૮૩૬૦ એમઓયુ ઉપર જે હસ્તાક્ષણ કરવામાં આવ્યા જેનાથી રાજયમાં ૨૧ લાખ નવી રોજગારીનું સર્જન થશે. ૨૦૦૩ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર ૨ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત શીખર સંમેલનનું આયોજનના નિર્ણય બાદ ગુજરાત રાજયની નિવેશ માટે સૌથી પસંદગીનું સ્થાન તરીકે ઉભરી આવ્યું છે. ૨૦૦૩ એટલે કે વાઈબ્રન્ટનું જે પ્રથમ વર્ષ હતું તેમાં વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો નહોતો પરંતુ ૨૦૧૯ના વાઈબ્રન્ટ સમીટ એટલે કે જે નવમોં અધ્યાય હતો તેમાં રેકોર્ડબ્રેક ઘણાખરા કરારો કરવામાં આવ્યા છે.

વધુમાં તેઓએ દાવો કરતા પણ જણાવ્યું હતું કે, આ શીખર સંમેલનમાં સુસ્મ, લઘુ ઉદ્યોગોને વૈશ્વક પ્રતિસ્પર્ધાનો અવસર મળશે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, ૨૮૩૬૦ એમઓયુમાંથી એમએસએમઈ ક્ષેત્રના એકલા ૨૧૮૮૯ એમઓયુ કરવામાં આવ્યા છે. શીખર સંમેલનને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જેટલા ૪૨ હજાર ડેલીગેટસ આવ્યા હતા જેઓએ વાઈબ્રન્ટ સમીટ ૨૦૧૯ને સફળ બનાવવા માટે પોતાનો અહેમ અને સિંહફાળો ભજવ્યો હતો.

વાત કરવામાં આવે તો એમએસએમઈ ક્ષેત્રમાં ૨૧ હજારથી વધુના એમઓયુ કરવામાં આવ્યા છે. જેથી ગુજરાતના જે એમએસએમઈ ક્ષેત્રમાં ઉદ્યોગીક કલ્સ્ટરને વિકાસનો વેગ મળશે જેમાં તાઈવાનના એકસ્ટર્નલ ટ્રેડ ડેવલોપમેન્ટ કાઉન્સીલે ગુજરાત ઈલેકટ્રોનીક અને સોફટવેર ઈન્ડસ્ટ્રીઝ સાથે કરારો કર્યા છે. એમએસએમઈ સાથે ૬૦ જેટલા એસએમઈના એમઓયુ કરવામાં આવ્યા છે જે લઘુ ઉદ્યોગો માટે ખુબજ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બની રહેશે અને વિકાસને લાભ પણ મળશે.

વાઈબ્રન્ટ સમીટમાં જો ફાર્મા ક્ષેત્રની વાત કરવામાં આવે તો ૮ હજાર કરોડના ૨૭૩ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેમ સીનીયર સરકારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગુજરાતના વિકાસમાં ૧/૩ જેટલો વિકાસ ફાર્માસ્યુટીકલ પ્રોડકશન કરી પોતાનો સિંહફાળો આપે છે ત્યારે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રના એડિશનલ ચિફ સેક્રેટરી પી.કે.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ઘણા ખરા એમઓયુ કરવામાં આવ્યા છે જે ફાર્મા ક્ષેત્રને વેગ આપવા સક્ષમ નિવડશે.

ગુજરાતની પુનીષ્કા હેલ્થકેર, એલેમ્બીક ફાર્માસ્યુટીકલ, એમનીલ ફાર્માસ્યુટીલ, એમકયોર ફાર્માસ્યુટીકલ અને ડિસમેન કાર્બોજેન એમસીઝ જેવી કંપની પોતાના રોકાણો ગુજરાતમાં ખુબ મોટાપાયે કરવા જઈ રહ્યું છે. જયારે ટેકસટાઈલ્સ ક્ષેત્રમાં ઈન્ટરેસ્ટ સબસીડી આપવાનો નિર્ણય ટેકસટાઈલ્સ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવ્યો હતો. ટેકસટાઈલ્સ કોન્કલેવમાં સંબોધન કરતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ટેકસટાઈલ્સ ક્ષેત્રમાં અપેરલના સાઈઝ ઉપર સરકાર આવનારા સમયમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ ઈન્ટરેસ્ટ સબસીડી આપવાનો નિર્ણય કરશે.

ટેકસટાઈલ્સ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષથી ગુજરાતને ૧૮૦૦ કરોડ રૂપીયા ફાળવ્યા હતા જેનાથી ટેકનોલોજીમાં પણ વધારો અને અપગ્રેડેશન જોવા મળ્યું હતું. ત્યારે ૩૦ હજાર કરોડનું નવું રોકાણ રાજયના ટેકસટાઈલ્સ ક્ષેત્રે થવા જઈ રહ્યું છે જેનાથી ગુજરાતના વિકાસને ખુબજ વેગ મળશે. વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ સમીટમાં આફ્રિકા-ડે ઉજવણી પ્રસંગે આફ્રિકા દેશના યુગાન્ડા અને કોંગો જેવા દેશોએ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર, ઓઈલ એન્ડ ગેસ, એગ્રીકલ્ચર, ટુરીઝમ સહિત અનેકવિધ ક્ષેત્રે વ્યાપારનો સ્કોપ જોવા મળતા ખુબજ મોટું રોકાણ કરવા અનેકવિધ એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા.

આફ્રિકા ખંડની વાત કરવામાં આવે તો આફ્રિકામાં મોરોકો સૌથી ડેવલપ દેશ માનવામાં આવે છે ત્યારે ત્યાંના ઈન્ડસ્ટ્રી મીનીસ્ટર રખીયા એડરહેમએ જણાવતા કહ્યું હતું કે, આફ્રિકામાં કન્ઝયુમર માર્કેટ ખૂબજ મોટુ માનવામાં આવે છે અને તેમની તમામ જરૂરીયાતને અન્ય દેશોની સરખામણી કરતા ભારત દેશમાં ઘણો સારો પ્રતિસાદ મળી ર્હ્યો છે જેથી ભારત-આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય ઉદ્યોગો માટે ૧૫૦ બીલીયન ડોલરનું રોકાણ આગામી ૫ વર્ષમાં કરવામાં આવશે. આ કરારથી આઈટી સહિત અનેક ક્ષેત્રે વિકાસ પણ જોવા મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.