Abtak Media Google News

ફેસબુક સેફ ઝોનમાં: ચૂંટણીના ૪૮ કલાક પહેલા પ્રચાર-પસારની પોસ્ટોથી દૂર રહેશે

ઇન્ટરનેટ દરેકની આવશ્યકતા બની રહયું છે. પરંતુ અંગ્રેજીમાં કુશળતાના અભાવને લઇને ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફો પડતી હોય છે પરંતુ સ્થાનીક ભાષાઓનું પણ વર્ચસ્વ વધુ રહ્યું છે. ફેસબુક જેવી સોશિયલ મીડીયા કંપનીઓ અંગ્રેજી ન આવડતુ હોય તો હિન્દી ભાષાના વિકલ્પો પણ આપે છે. ઇન્ટરનેટ સર્ચ જાયન્ટ ગુગલે જણાવ્યું હતું કે ૨૦૨૧ સુધીમાં ભારતીય ભાષાની ડિજીટલ જાહેરાતો ૩૦ હજાર કરોડને આંબશે. કારણ કે પ૩ કરોડ ભારતીયો ઇન્ટરનેટ માટે સ્થાનીક ભાષાનો ઉપયોગ કરી શકશે. હાલ માત્ર પ ટકા લોકલ ભાષાને ઇન્ટરનેટમાં હિસ્સો આપવામાં આવે છે.

હાલ ભારતીય લોકો  ઇન્ટરનેટના ઉપયોગમાં મોખરે છે. જેને અંગ્રેજી નથી આવડતુ તેના માટે સ્થાનીક ભાષાઓનું વર્ચસ્વ વધારવામાં આવશે. જે લોકો અંગ્રેજીનો ઉ૫યોગ ઇન્ટરનેટ માટે નથી કરતા તેઓ તેલુગુ, મરાઠી, તામીલ, અને બંગાળી ભાષાને માઘ્યમ બનાવે છે.

તો સોશ્યિલ મીડીયા જાયન્ટ ફેસબુકે ડેટા ચોરીના વિવાદમાં ફસાયા બાદ સેફ ઝોનમાં રમવાની પહેલ કરવા માંગે છે. ફેસબુકે તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ ચુંટણીની ૪૮ કલાક પહેલા પ્રચાર-પ્રસારની ફેસબુક દૂર રહેશે.

ચુંટણી કમિશનના આરપીએ સેકશન ૧૨૬ મુજબ ફેસબુકને ચુંટણીની ૪૮ કલાક પહેલા જ ચુંટણી લક્ષી તમામ ડેટા અથવા પોસ્ટ ડીલીટ કરવાની સુચના અપાઇ છે. એક મહિના પહેલા ફેસબુક કમીટીના અધિકારીએ પણ સ્પષ્ટતા કરી હતી કે અમે ચુંટણીથી દુર રહેવા માંગીએ છીએ કમીટીએ ફેસબુક ઉપરાંત ટ્વિટર, યુ ટયુબ અને વોટસએપ જેવી સોશ્યિલ મીડીયા કંપનીઓને પણ ચુંટણી દરમ્યાન લોકોને ભ્રમિત કરનારાઓને પોતાની જવાબદારીની સ્પષ્ટતા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.