ઘર બેઠા ઘર ખરીદી શકશો !!!

89

નવનિર્મિત એપ્લીકેશન મારફતે ઘર ખરીદનારાઓ અને ડેવલોપર્સ વચ્ચે વિશ્વાસ અને પારદર્શકતા ઉભી થશે

વડાપ્રધાન મોદી દ્વારા જે ઘરનાં ઘરનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેમાં આવનારા સમયમાં ઘરવાંચ્છુક લોકોને તેમનું સ્વપ્નાનું ઘર મળી રહે તે માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સરકારને લક્ષ્યાંકને પુરો કરવા માટે તમામ સ્થાનિક સંસ્થાઓને સાથે રાખવાનો પણ નિર્ણય લીધો છે જેમાં ક્રેડાઈ ભારતે સરકારના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે એક મોબાઈલ એપ્લીકેશન બનાવી છે જેનું નામ ‘આવાસ’ રાખવામાં આવ્યું છે.

આવાસ એપ્લીકેશન મારફતે ઘર ખરીદનાર લોકો ઘર બેઠા જ તેમના સ્વપ્નનું ઘર ખરીદી શકશે જેમાંથી તેઓને અનુરૂપ અને તેમને યોગ્ય લાગે તે પ્રકારના પ્રોજેકટોને આવાસ એપ્લીકેશન મારફતે જોઈ શકશે અને તેના બિલ્ડરોનો સંપર્ક પણ સાધી શકશે. ક્રેડાઈ ભારતનું માનવું છે કે આવાસ એપ્લીકેશન મારફતે ઘર ખરીદનાર લોકો અને બિલ્ડરો વચ્ચે વિશ્ર્વાસ અને પારદર્શકતા ઉભી થશે. સાથો સાથ નવા પ્રોજેકટ અંગેની માહિતીઓ લોકોને મળતી રહેશે. આવાસ એપ્લીકેશન હાઉસીંગ અને પર્યાવરણ મંત્રી છતીસગઢ મોહમદ અકબર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી આ પ્રસંગે છતીસગઢના વડા વિવેક ધંડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે ૪ નવેમ્બર ૨૦૧૯નાં રોજ લખનઉ ખાતે હરદિપસિંગ પુરીએ રેરા કોમ્પલેવમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, લખનઉનાં ડેવલોપર્સએ ઈ-પ્લેટફોર્મ બનાવવું જોઈએ જેનાથી લોકોને લાભ મળતો રહે. આવાસ એપ્લીકેશન હાલ ગુગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાંથી દેશને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે. હાલ ઘર ખરીદનાર લોકો ઘણી ખરી ચીજવસ્તુઓ જોતા હોય છે ત્યારે આવાસ એપ્લીકેશન મારફતે સ્થાનિકોને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઈ શકશે તથા દેશ અને વડાપ્રધાન મોદી દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને પૂર્ણ કરી શકાશે.

સમગ્ર દેશમાં ઘણા ખરા રિયલ એસ્ટેટ પ્રોજેકટો ખાલીખમ્મ પડેલા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની માંગ છે કે તેમને તેમના પ્રોજેકટ પૂર્ણ કરવા માટે જરૂરીયાત મુજબના નાણા મળવા જોઈએ જે માટે સરકારે સ્ટ્રેસ ફંડ પેટે રીયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણી ખરી રાહત પણ આપી છે. રેરા કાયદો અમલી બનતાની સાથે જ પ્રોજેકટમાં જે મંદી જોવા મળી છે તેમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય તે દિશામાં સરકાર પણ વિચાર કરી રહી છે. સરકારનું માનવું છે કે, દેશનાં વિકાસ અને આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર અત્યંત મદદરૂપ છે જેથી તેને કેવી રીતે વિકસિત કરી શકાય તે પણ અત્યંત જરૂરી બન્યું છે.

આવાસ એપ્લીકેશનની શું છે વિશેષતાઓ

ક્રેડાઈ ઈન્ડિયા દ્વારા ઘર ખરીદનાર લોકો ઘર બેઠા જ ઘર ખરીદી શકે તે માટે આવાસ નામની એપ્લીકેશનને લોન્ચ કરવામાં આવી છે. આવાસ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર મારફતે લોકો તેને ઈનસ્ટોલ કરી શકશે. આ એપ્લીકેશનમાં રજીસ્ટર્ડ થનાર ક્રેડાઈનાં સભ્યોએ નીચે મુજબની વિગતો લખવી અનિવાર્ય છે.

 • ડેવલોપર્સનું રજીસ્ટર્ડ નામ
 • મુકવામાં આવેલા પ્રોજેકટની અંદાજીત ૧૦ જેટલી તસવીરો
 • પ્રોજેકટ વિડીયો માટેની યુ-ટયુબ લીંક
 • પ્રોજેકટનું રજીસ્ટર્ડ નામ
 • પ્રોજેકટનું શ્રજીસ્ટર્ડ સરનામું
 • પ્રોજેકટનું ક્ધટ્રકશન સ્ટેટસ
 • પ્રોજેકટ અંગેની માહિતીઓ (૧ બીએચકે / ૨ બીએચકે ઈતિયાદી)
 • નંબર ઓફ ટાવર્સ તથા પ્રોજેકટનાં યુનિટની માહિતી
 • પ્રોજેકટ એરીયા
 • પ્રોજેકટ અંગેની રૂપરેખા
 • એમીનીટીઝ
 • ફલોર પ્લાન
 • પ્રોજેકટનું બ્રોસર
 • પ્રોજેકટનું વેચાણ કરનાર સંપર્ક વ્યકિતનું નામ અને તેની વિગતો
 • રેરા અંગેની માહિતીઓ
Loading...