Abtak Media Google News

આપઘાતનું કારણ અકબંધ

શહેરના મોરબી રોડ પાસે રહેતાક અને સબમર્સીબલ પંપના ધંધાર્થી યુવાને કનકરોડ પાસે શિવ ગેસ્ટ હાઉસના રૂમમાં ઝેરી દવા પી જતા મોત નિપજયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગેસ્ટ હાઉસમાં રૂમ રાખી ઝેર ગટગટાવી જીવન ટુંકાવ્યું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર ધારા એવન્યુ સોસા.માં રહેતા ઉમંગભાઈ ભરતભાઈ ગજેરા નામના ૨૭ વર્ષિય યુવાને કનક રોડ પાસે શિવ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૫માં ઝેરી દવા પી જીવન ટુંકાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાયી છે.

ગેસ્ટ હાઉસના કર્મચારીને જાણ થતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી પોલીસમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકે યુવાન પાસેથી મળેલા આધારકાર્ડ પરથી ઓળખાણ મેળવી પરિવારજનોને જાણ કરતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.