Abtak Media Google News

જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન રુબરુ તપાસ માટે પહોંચતાં ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી પણ ન હોવાનું સામે આવ્યું

શૈક્ષણિક સત્ર શરુ થયાના બે મહિના જેટલા સમય બાદ પણ છાત્રાઓને પ્રવેશ મળતો નથી

સમસ્યા અંગે અનેકવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતા ઉકેલ ન આવતા વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ

રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનાં પ્રવેશને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાંધીયા જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેને સમરસ ગર્લ્સ હોસ્ટેલની રુબરુ તપાસ માટે પહોંચતા ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી પણ ન હોય તેવું સામે આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રવેશ પ્રક્રિયાની ફરિયાદ મળતાં ચેરમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સમરસ હોસ્ટેલમાં અનેક સમસ્યાઓ સામે આવી હતી.

Businesses-Take-Hostages-At-The-Summers-Girls-Hostel
businesses-take-hostages-at-the-summers-girls-hostel
Businesses-Take-Hostages-At-The-Summers-Girls-Hostel
businesses-take-hostages-at-the-summers-girls-hostel

મળતી માહિતી મુજબ શહેરની મુંજકા સ્થિત સમરસ હોસ્ટેલમાં મોડી પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઈન એડમીશન ફોર્મની છેલ્લી કોલમમાં છેલ્લી પરીક્ષાનાં પર્સન્ટેજ લખવાનાં હોવાથી છાત્રોએ છેલ્લા વર્ષનાં માર્કસ લખ્યા હતા જોકે વિદ્યાર્થીઓ એડમીશન વેરીફીકેશન માટે પહોંચ્યા તો જવાબ મળ્યો કે છેલ્લા ૩ વર્ષની પરીક્ષાનાં પસન્ટેઝ લખવાનો નિયમ હોય છે એટલે કે એમ.એ.માં પ્રવેશ માટે બી.એ.નાં ૩ વર્ષનાં ઓવરઓલ પર્સન્ટેજ સાથે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાંચ વિદ્યાર્થીનીઓએ એડમિશન ફોર્મમાં છેલ્લા સેમેસ્ટરનાં માર્કસ લખ્યા હોવાથી એડમિશન આપવાની ના પાડી દેવામાં આવી હતી. જેથી જિલ્લા પંચાયતનાં સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેને રુબરુ તપાસ કરી હતી. પ્રવેશ માટે ગાંધીનગર રીપોર્ટ કરી એડમીશન બાબતે વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ જોવા મળી હતી જેમાં ૧૦૦૦ની સંખ્યા ધરાવતી ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા પણ નથી અને પાણી પણ ટેન્કર મારફતે પહોંચે છે તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઈન સિસ્ટમમાં ખામી હોવાથી પ્રવેશ નથી મળતો અને પરત પાછું ફરવું પડે છે. તેમજ હોસ્ટેલમાં મુકેલા અધિકારીઓ પણ ત્યાંના ઈન્ચાર્જ થઈને પડે છે. શૈક્ષણિક સત્ર શરુ થયાનાં બે મહિના જેટલા સમય બાદ ગઈકાલથી પ્રવેશ શરુ થયો છે પરંતુ પ્રવેશ ન મળતાં વિદ્યાર્થીનીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેકવાર સમસ્યા અંગે અધિકારીઓને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે પરંતુ યોગ્ય ન્યાય ન મળતાં વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફેલાયો છે. બહાર ગામથી આવેલી હોસ્ટેલની છાત્રાઓને પ્રવેશ ન મળતાં પોતાનાં વતન પરત ફરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.