Abtak Media Google News

જરૂરિયાત એ સંશોધનની જનેતા છૈ..! એમાં વળી માર્કેટિંગ ભળે એટલે માનવજાત સામે ધાર્યા ન હોય એવા અનેક પ્રકારનાં વિકલ્પો ઉપલબ્ધ થતા હોય છે. છેલ્લા છ મહિનાનાં કોરોના કાળમાં ભારતમાં કોરોનાથી બચવા માટેનાં જ  આશરે ૧૦૦૦૦ થી વધારે ઉત્પાદનો માત્ર ભારતીય બજારોમાં પ્રવેશી ચુક્યા છે. એમાંથી ત્રણેક ડઝન  પ્રોડક્ટસ તો એવી છે જે ભારતની પેટન્ટ ઓફિસ પાસે પેટન્ટ મળવાની રાહ જોઇ રહી છે. ભારત જ્યારે લોકડાઉનમાં પુરાયેલું હતું ત્યારે દરરોજ કાંઇક નવીન માર્કેટમાં મુકીને પોતાનો બિઝનેસ ચલાવનારા ઇનોવેટરો પાસે કોવિડ-૧૯ થી બચવા માટેનાં નિતનવા નુસખાં અજમાવવા સિવાય બીજો કોઇ ઉકેલ નહોતો. આ લોકોઐ પોતાના દિમાગ લોકડાઉનમાં પણ ચાલુ રાખ્યા અને બજારમાં માસ્ક તથા હેલ્મેટથી માંડીને અંબ્રેલા સહિતનાં હજારો ઉત્પાદનો માર્કેટમાં રજૂ કરી દીધા.બજારમાં માગ તથા પુરવઠાનો ગ્રાફ બોલે છે કે માર્ચ-૨૦ નાં અંતિમ સપ્તાહમાં જ્યારે ભારતમાં લોકડાઉન શરૂ થયું ત્યારે અને ત્યારબાદ મે-૨૦ સુધી દેશમાં પી.પી. ઇ કીટ્સ, વેન્ટિલેટર તથા માસ્ક સૌથી વધારે ડિમાન્ડમાં રહ્યા હતા. ત્યારબાદ ધીમે-ધીમે આ વસ્તુઓનો પુરવઠો વધવા માંડ્યો પરિણામે ડિમાન્ડ ગ્રાફમાં આ વસ્તુઓ નીચે આવવા માંડી હતી. જોકે આજે વાયરસ કિલીંગ મશીન, વિવિધ જાતનાં એન્ટીવાયરસ સ્પ્રે, બજારમાં છે જ, જેનો સક્સેસ રેશિયો કેટલો છે તે કદાચ કોઇ ન કહી શકે પણ તેનો સેલ રેશિયો ઘણો ઉંચો છે. આજે ભારતમાં ૧૦૦૦ થી વધારે ઉચ્ચ ગુણવત્તા વાળા માસ્ક મેન્યુફેકચર્સ છે જે દર મહિને ૮૦ લાખ થી એક કરોડ જેટલા માસ્ક વેચે છૈ. છેલ્લા પાંચ મહિનામાં જુદી-જુદી ૫૦૦ બ્રાન્ડનાં સેનિટાઇઝર અને ૫૦ બ્રાન્ડનાં ઓકિસજન કેન બજારમાં આવી ગયા છૈ. અગેઇન, આ પ્રોડક્ટસની કોવિડ-૧૯ નાં વાયરસ સામે ઝિંક ઝિલવાની ક્ષમતા સાબિત થઇ હોય કે નહીં પણ તેના વેચાણનાં આંકડા બહુ ઉંચા છે.

આ ઉપરાંત પરંપરાગત હોસ્પિટલ ક્ધઝુમેબલ્સ નામ વેચાણામાં કોવિડ-૧૯નાં સેફ્ટી નિયમોના આધારે ઘણા ઇનોવેશન આવી ગયા છે જેના વેચાણમાં ૬૫ થી ૭૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.  ચાવી તથા કરન્સી નોટ સાફ કરવાની ટેકનોલોજી થી માંડીને શાકભાજી ધોવાના અને ટચ-ફ્રી ટેકનોલોજી ધરાવતા સાધનોએ બજારમાં સ્થાન લઇ લીધું છે.

ફરી એકવાર સાબિત થયું છે કે પૄથ્વી ઉપર જ્યાં સુધી મહિલાઓનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ફેશન અને વિવિધ રંગી વિકલ્પો ઉપલબ્ધ રહેશે. કારણ કે આવી મહામારીનાં સમયમાં પણ ફેશનનું તત્વ પ્રભાવી રહ્યું જ છે. જેના કારણે ડિઝાઇનર માસ્ક દુકાનોમાં મોકાની જગ્યાઐ લટકતા જોવા મળે છે. સમયની સાથે ઘણા બદલાયા છે અને હજુ પણ બદલાશે. આજે ઇમિટેશન જ્વેલરી વેચનારા માસ્ક તથા સેનિટાઇઝર વેચવા માંડ્યા છે. બિઝનેસનો નિયમ છે કે જેમ વિકલ્પ અને સ્પર્ધા વધે તેમ ભાવ ઘટે. કદાચ આ નિયમ અહીં પણ લાગુ પડ્યો છે. આજે બજારમાં ૨૦ રૂપિયાથી માંડીને ૩૦૦ રૂપિયા સુધીનાં માસ્ક બજારમાં છે. વળી જે માસ્ક એપ્રિલ મહિનામાં ૨૫૦ રૂપિયામાં વેચાતા હતા તે આજે ૨૫ રૂપિયામાં પણ મળે જ છે.  કોવિડ-૧૯ પહેલા માસ્ક સપ્લાયનો વ્યવસાય માત્ર હોસ્પિટલો પુરતો મર્યાદિત હતો જે હવે દુકાનોમાં પહોંચ્યો છે.આમ તો લોકોમાં એવી ધારણા હતી કે આ મહામરીનાં સમયમાં હોસ્પિટલોના કારોબારમાં  ઉછાળો આવ્યો છે. પરંતુ આંકડા બોલે છે કે  લોકડાઉન પહેલા ફાર્માસ્યુટિકલ તથા વેલનેસ પ્રોડક્ટસનો માસિક ૨૦૦ થી ૩૦૦ કરોડ ડોલરનો હતો જે લોકડાઉન દરમિયાન ઘટીને ૩૦ થી ૪૦ કરોડ ડોલરનો થઇ ગયો હતો. એવું કહે છે કે આ ઘટાડા પાછળનું મુળ કારણ લોજીસ્ટિકની સમસ્યા હતું. પરંતુ હવે તે પાછો ૭૦ થી ૮૦ ટકા કારોબાર સુધી પહોંચી ગુયો છૈ.  નોઇડાની એક કંપનીએ એકદમ ઓછા વજનવાળી કોવિડ-૧૯ પોટેક્શન વાળી કાસ હેલ્મેટ તૈયાર કરી છે. આ હેલ્મેટ વાળ, ચહેરો, આંખઇ નાક, કાન, માથા તથા ગળા સહિતનાં અંગોને આવરી લે છે. જેમાં કપડાંનાં વિશેષ લેયર હોય છે જે બદલી શકાય તેવા હોવાથી તેને ધોઇને બદલી શકાય છે. વળી હેલ્મેટને ઓકિસમીટર જેવું યંત્ર લગાવેલુ હોવાથી દુર થી ખબર પડી જાય છે કે આપણી પાસે આવનારી વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું છે. આ પ્રોડક્ટને કંપનીએ પેટન્ટ માટે મોકલી છે.

ટૂંકમાં બદલાતા સંજોગોએ માનવજાતની રહેણીકહેણીની સાથે કારોબારની દિશા પણ બદલી છે. જે વેપારીઓ આ સાથે બદલાયા છે તેઓ ટકી ગયા છે બાકીના ઉઠી ગયા છે.

કોરોના વાયરસની અસર થતા સાથે જ ડામી દે તેવી ’ ઇનહેલર’ રસી!!

કોરોના વાયરસને દરેક રીતે પ્રભાવહીન કરવા માટે વિશ્વભરમાં કામ ચાલી રહ્યું છે. દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા સંશોધકો તેમની રીતે વાયરસને નાબૂદ કરવા માટે નવી રીતો શોધી રહ્યા છે. હાથમાં ઇન્જેક્શનથી રસી આપવાની કામગીરી તો ભવિષ્યમાં થશે જ, પરંતુ તે પહેલાં ઇનહેલરના માધ્યમથી કોરોના સામે રક્ષણ મેળવવાની શોધ આગળ વધી રહી છે. અમેરિકા, હોંગકોંગ અને બ્રિટનમાં આ પ્રકારના સ્પ્રે તૈયાર કરવાં સંશોધકોની ટિમ કાર્યરત છે. ઇનહેલરના માધ્યમથી શરીરમાં કોરોના પગપેસારો કરે તે પહેલાં રોકી શકાશે તેવી સંભાવના છે. કોરોનાની અસર ડામવા આવી દવા વધુ ઇફેકટિવ રહેશે!

નાક, ગળાના માધ્યમથી ફેફસામાં પ્રવેશતા કોરોના વાયરસને અટકાવવા માટે સ્પ્રે અથવા ઇનહેલરના માધ્યમથી રસી અપાય તો વધી અસર થશે તેવું વોશિંગ્ટન યુનિવર્સિટીના સંક્રમણથી થતા રોગોના તજજ્ઞ મિશેલ ડાયમંડનું કહેવું છે. ઇન્જેકટેબલ રસી કરતા આ પ્રકારની રસી વધુ લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહેશે તેવું પણ જણાય છે.  જ્યાં કોરોના વાયરસનો હુમલો થાય છે, ત્યાં જ તેને નાબૂદ કરવો જોઈએ. એટલે કે, જો નાક અને મોંમાં જ વાયરસ દૂર થાય છે, તો તેનો ફેલાવો અસરકારક રીતે રોકી શકાય છે. માનવ પરીક્ષણ કરાવતી મોટાભાગની રસીઓની અસર બે ડોઝ પછી થાય છે. વૈજ્ઞાનિકો શ્વાસ લેવાયેલી રસી દ્વારા વધુ સારી પ્રતિરક્ષાની પ્રતિક્રિયાની અપેક્ષા રાખી રહ્યા છે, કારણ કે તે શરૂઆતમાં વાયરસ કોષોને નષ્ટ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.