Abtak Media Google News

ટાયર ફાટવાના કારણે થયેલી દુર્ઘટનામાં બસ સ્થળથી એક કિલોમીટર દૂર મળી

હિમાચલના ખનેરી -રામપુરમાં શિમલાથી ૧૨૦ કી.મી. દૂર એક બસ સતલજ નદીમાં પડી જવાના કારણે ૨૯ લોકોના મોત થયા છે. શિમલાના ડીસી રોહનચંદ ઠાકુરે જણાવ્યું છે કે, આ ઘટનામાં ૨૯ લોકોના મોત થયા છે.બસના કંડકટરે જણાવ્યું કે, બસમાં ૪૩ લોકો સવાર હતા મૃત્યુ પામેલા ૨૯ લોકોમાંથી ૫ના મૃતદેહો મળ્યા છે. કુલ ૭ લોકો ઘાયલ થયા છે. ટાયર ફાટવાને કારણે બસ નદીમાં પડી હતી. આ અંગેની જાણ કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધીને થતા તેમણે આ ઘટના માટે દુ:ખ વ્યકત કર્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે નદીનું વહેણ એટલુ વધારે હતુ કે જયા બસ પડી હતી તેના કરતા એક કિ.મી.દૂરથી મળી હતી સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને શોધવામાં આવી રહ્યા છે. મૃત્યાંક વધવાની શકયતા છે. ૭ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

કંડકટરે આપેલી માહિતી પ્રમાણે બસનું ટાયર ફાટી ગયું હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. કિંગ ફૈડ ડેપોની આ પ્રાઈવેટ બસ હિમાચલના રિકાંગપિઓથી સોલન થઈ રહી હતી. બસ રિકાંગપિઓથી સવારે ૫ વાગે ઉપડી હતી અને અનેરી પાસે સવારે ૮.૩૦ વાગે આ એકિસડન્ટ થયો હતો. મૃતકોમાં એક ૩ વર્ષની બાળકી પણ છે. બસનો ડ્રાઈવર અને કંડકટર બંને સુરક્ષીત છે. તેમને માત્ર સામાન્ય ઈજા જ આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.