Abtak Media Google News

ઈજા બાદ બુમરાહનું પ્રદર્શન તેની આવડત જેવુ નહીં

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટી-૨૦ સિરીઝમાં ભારતે પાંચ મેચની સિરીઝ ૫-૦થી જીતી વ્હાઈટ વોસ કર્યો હતો ત્યારે વન-ડે સિરીઝમાં ન્યુઝીલેન્ડે ભારતને ૩-૦થી પછાડયું હતું. સિરીઝ હારતાની સાથે જ અનેકવિધ સવાલો ટીમ ઈન્ડિયા ઉપર ઉઠવા પામ્યા હતા. ડેથ બોલર બુમરાહ અને સુકાની વિરાટ કોહલી વામણા પડતા સીરીઝ ગુમાવી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ન્યુઝીલેન્ડ તરફથી રમી રહેલા કેન વિલિયમસને જસપ્રીત બુમરાહના વખાણ કર્યા હતા. વાત કરવામાં આવે તો વન-ડે સીરીઝમાં બુમરાહ દ્વારા એક પણ વિકેટ લેવામાં આવી ન હતી. કયાંકને કયાંક તેની ઈજા પણ એક કારણ હોવાનું સામે આવ્યું છે. વન-ડેમાં શિખર ધવનના સ્થાન પર રમવા આવેલા મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ઉપર પણ ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થયા છે. પૃથ્વી શો દ્વારા ટીમને સારું એવું સ્ટાર્ટ આપવામાં આવતું હોય છે પરંતુ ત્યારબાદ જે રનને આગળ વધારવાના હોય તેમાં તે નિષ્ફળ નિવડયો છે. જસપ્રીત બુમરાહ દ્વારા એક પણ વિકેટ ન લેવામાં આવતા તેની ફિટનેસ ઉપર પણ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે.

બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલર માટે રિધમ મેળવી ક્યારેય અઘરી નથી હોતી. તેની કક્ષાના પ્લેયર માટે સૌથી પહેલા એ કહેવું જરૂરી છે કે, ફોર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પર્મનન્ટ. આજના સમયમાં વનડે અને ઝ-૨૦માં કેટલી વિકેટ્સ લીધી તેના કરતા વધુ મહત્ત્વનું એ છે કે વિરોધી બેટ્સમેન પર કઈ રીતે દબાણ ઉભું કર્યું. બુમરાહે ઇજામાંથી પરત ફરીને સારી બોલિંગ જ કરી છે. તેમજ પોતાના વેરિએશન (વિવિધતા)નો સારી રીતે ઉપયોગ કર્યો છે.

7537D2F3 9

ઘણીવાર એવું થતું હોય છે કે, તમારા દિવસો ન ચાલતા હોય તો ગમે તેટલી સારી બોલિંગ ભલેને કરો, વિકેટ મળતી જ નથી. જ્યારે કોઈ ફાસ્ટ બોલર ઇજામાંથી કમબેક કરે છે તો તેના માટે સીધેસીધું ૧૦૦% આપવું સરળ નથી હોતું. તે જે ઇજામાંથી પસાર થયો એ વાત એના મગજમાં ચાલતી હોય છે.

ઈટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઇમ, બુમરાહ બહુ જલ્દી વિકેટ્સ ઝડપશે. તેનામાં આત્મવિશ્વાસની કમી નથી, તેણે જે રીતે સીરિઝમાં બોલિંગ કરી છે તે જોતા એવું કહેવું યોગ્ય છે કે માત્ર સમયનો સવાલ છે. હંમેશા હારનું કારણ શોધવાની જરૂર નથી હોતી. કિવિઝે સીરિઝ દરમિયાન સારી બેટિંગ કરી છે.

તે બદલ તેમને ક્રેડિટ આપવું જોઈએ. તેમણે આપણા કરતા વધુ સારી રમત દાખવી એટલે સીરિઝ જીત્યા. આખી ઘટનામાં તેનાથી વધુ કઈ નથી. બુમરાહે હેમિલ્ટન ખાતેની સુપર ઓવરમાં ૧૭ અને વેલિંગ્ટન ખાતે ૧૩ રન આપ્યા હતા. તે અંગે તેમણે કહ્યું કે, ત્યારે બુમરાહનો ઓફ-ડે હતો. આવું થવું રમતનો એક ભાગ છે. પિચ પર કઈ હતું નહીં, આપણે પણ સામે ૧ રન વધારે કરીને મેચ જીત્યા જ હતા ને? તેમજ હવે બધી ટીમો બેટ્સમેન/ બોલરનું સારું વિશ્લેષણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.