Abtak Media Google News

ઈ-પાસનો ઉપયોગ કરી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકશે

વૈશ્વિક મહામારી બાદ જે લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તેના કારણે અનેકવિધ દેવસ્થાનો પણ બંધ જોવા મળ્યા હતા. ભારતનાં અનેકવિધ દેવસ્થાનો કે જે દર્શનાર્થીઓની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે તેઓને બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો પરંતુ હવે આવતીકાલથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી કે જે ચારધામ કહેવામાં આવે છે તે દર્શન માટે ખુલ્લા મુકાશે. અંતે એ દિવસ પણ આવી ગયો છે કે જયાં ભગવાનનાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ તેમના શરણે આવશે. ઉતરાખંડનાં દેવસ્થાનોને દર્શનાર્થીઓ માટે ખુલ્લા કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જે કોરોના વાયરસનાં કારણે બંધ જોવા મળ્યા હતા. ચારધામ યાત્રાએ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓએ અનેકવિધ રીતે સુરક્ષા દાખવવી પડશે. હાલ ટેમ્પલ બોર્ડ દ્વારા દર્શનાર્થીઓની સંખ્યામાં મર્યાદા પણ રાખવામાં આવી છે. સાથોસાથ જે દર્શનાર્થીઓ ભોલેનાથનાં દર્શન કરવા આવશે તેઓએ મંદિરમાં રહેલી કોઈપણ ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરી શકશે નહીં.

બીજી તરફ ટેમ્પલ બોર્ડ દ્વારા એ  વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે યાત્રિકો દર્શનાર્થે આવી રહ્યા છે અને જો તેઓ કન્ટેનન્મેન્ટ અથવા તો બફર્સ ઝોન વિસ્તારમાંથી આવતા હોય તો તેઓને દર્શન કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. સાથો સાથ ટેમ્પલ બોર્ડ દ્વારા એ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જે દર્શનાર્થીઓ દર્શન માટે આવી રહ્યા છે તેઓએ ઓનલાઈન ટેમ્પલ બોર્ડની વેબસાઈટમાંથી ઈ-પાસ લેવા ફરજીયાત છે જે યાત્રાળુઓ પાસે ઈ-પાસ નહીં હોય તેઓને દર્શનાર્થે નહીં જવા દેવાય. સાથોસાથ ૬૦ વર્ષથી વધુની વય અને ૧૦ વર્ષથી નાની વયનાં બાળકો કે જેઓને શરદી જેવી બિમારીથી પીડાતા હોય અથવા તો તેઓને તાવ આવ્યો હોય તે સર્વે લોકો ઈ-પાસ મેળવવા માટે હકકદાર નથી. યાત્રિકોએ દર્શનાર્થે આવતા પહેલા હેન્ડ સેનેટાઈઝ, માસ્ક તથા ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.