Abtak Media Google News

બળદના ચાલવાથી જમીન દબાતી નથી અને પાકનો ઉતારો પણ સારો રહે છે

વંથલી અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો એ વાવણીની શરૂઆત કરી દીધી છે વંથલી તાલુકાના નરેડી ગામે ખેડૂતો ખેતરમાં મગફળી અને કપાસ ના પાકો નું વાવેતર કરી રહયા છે ખેડૂતો યાંત્રિક સાધનો ટ્રેક્ટર ના બદલે બળદો દ્રારા વાવણી કરી રહયા છે.

નરેડી ગામ ના ખેડૂત જેન્તીભાઇ બરવાડીયા અને રાજુભાઈ બરવાડીયા એ જણાવ્યું હતુ કે આજના આ આધુનિક યુગમાં વાવણી કરવા માટે વિવિધ આધુનિક યંત્રો અને ઓજારો નો ઉપયોગ થવા લાગ્યો છે જેને કારણે બળદ આધારિત ખેતી દિન પ્રતિદિન ધટતી જાય છે અને બળદો દ્રારા થતી ખેતી લુપ્ત થતી જાય છે આધુનિક ખેતી ભલે ગમે તેટલી સરળ હોય પરંતુ બળદ આધારિત ખેતી ખુબજ લાભદાયક અને ઓછી ખર્ચાળ છે. જો શારૂ વાવેતર કરવું હોય તો બળદનો સહારો લેવો પડે છે. બળદના પગલાં ખેતરમાં પડે તે જગ્યાએ જમીન દબાતી નથી અને જેને લીધે દરેક પાકનો ઉગાવો સારો રહે છે. બળદો દ્રારા થતી ખેતી સરળ અને સમૃધ્ધિ લાવનારી હોવાનું આ બન્ને ખેડૂતો એ જણાવ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.