નિફ્ટી ફ્યુચર ૧૧૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૦૬.૮૯ સામે ૩૭૫૯૫.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૧૫૧.૧૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૪૪.૮૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૪.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૧૯૨.૧૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૦૯૫.૮૫ સામે ૧૦૯૯૩.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૯૫૪.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૪.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૦.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૯૬૫.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૫૪૧૯૪ ના મથાળેથી ખુલીને રૂ.૫૪૧૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૩૯૦૦ ના નીચા મથાળે નોંધાવી ૭૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૫૩૯૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૬૫૬૫૬ ના મથાળેથી ખુલીને રૂ.૬૫૭૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૫૫૩૧ ના નીચા મથાળે નોંધાવી ૭૦૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૬૫૬૮૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વભરમાં કોરોના સંક્રમણમાં ફરી થઈ રહેલા ચિંતાજનક વધારાથી વૈશ્વિક આર્થિક અધોગતિની એક તરફ ચિંતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષાથી સારા ત્રિમાસિક પરિણામ છતાં એચડીએફસી લિમિટેડના નબળા પરિણામ સામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અપેક્ષાથી આજે સારા રિઝલ્ટ જાહેર થવા છતાં ફંડોએ હેવીવેઈટ શેરોમાં ઓફલોડિંગ કરતાં સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અલબત કોરોનાના કેસોમાં સતત વધારાથી વિશ્વભરમાં ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર કંપનીઓનું મહત્વ રોજબરોજ વધી રહ્યું હોઈ અને કંપનીઓ દ્વારા નવી દવાઓ રજૂ કરવા સાથે વેક્સિન શોધવા માટે સઘન પ્રયાસો થઈ રહ્યા હોઈ આજે સતત ચોથા દિવસે ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડોની તેજીએ આજે ડિવિ’ઝ લેબ માં ૨%નો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી,એફએમસીજી, ફાઈનાન્સ, આઈટી,ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૪૪% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૭૭% અને નેસ્ડેક ૧.૪૯% વધીને સેટલ થયા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૦ અને વધનારની સંખ્યા ૧૦૪૧ રહી હતી. ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કેટલાક ઇકોનોમિક ઇન્ડિકેટર્સમાં સુધારો થઈ રહ્યો છે. મે મહિનામાં તેની ટોચની સરખામણીએ નીચી બેરોજગારી, ઊંચા ઇ-ટોલ અને ઇ-વે બિલની વસૂલાત, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને જીએસટી વસૂલાતમાં વધારા તરફ નિર્દેશ કર્યો હતો, જે રૂ.૯૦,૦૦૦ કરોડના સ્તર પર પરત આવી ગયું છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો ઝીરો વ્યાજદર અને બીજી બિનપરંપરાગત નાણાનીતિનો અમલ કરી રહી છે અને તેનાથી સિસ્ટમમાં જંગી લિક્વિડિટી આવી છે. આ સાથે અમેરિકાનો ડોલર ઘટી રહ્યો છે અને સરકારી બોન્ડની યીલ્ડ વિશ્વભરમાં વિક્રમ નીચા સ્તરની નજીક છે. તેથી સરકારી બોન્ડમાં રોકાણ કરતા વૈશ્વિક રોકાણકારો માટે યીલ્ડની જગ્યાએ કુલ વળતર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધુ મહત્ત્વનું બન્યું છે. નિયમનકારી સંસ્થાની તાજેતરની હિલચાલથી ભારતના શેરબજારમાં લિક્વિડિટીને તીવ્ર અસર થશે. જોકે લાંબા ગાળામાં નિયમનકારો તેમની પદ્ધતિમાં ફેરફાર કરશે અને ભારતના બજારમાં લિક્વિડિટીમાં વધારો થશે. આગામી થોડાં ક્વાર્ટર્સ કોરોના વાઇરસ સંબંધિત સમસ્યાનો અંત આવ્યા બાદ સરકાર આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જંગી પ્રમાણમાં મૂડીખર્ચ કરશે. તેનાથી ભારતમાં નવી અર્નિંગ ગ્રોથ સાઇકલ ચાલુ થશે. સાથે મોટા ભાગના લોકો માને છે કે ભારતનો જીડીપી વૃદ્ધિદર જે કોવિડ-19 રોગચાળા અગાઉ ધીમો પડી રહ્યો હતો તે આ વર્ષે આશરે પાંચ ટકા ઘટશે. પરંતુ હવે કોઈ લાંબા ગાળાનો અને સંપૂર્ણ લોકડાઉન લાદવામાં નહીં આવે તે ધારણા પર અર્થતંત્રમાં સુધારો આવશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • ACC લિ. ( ૧૪૨૭ ) :- સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૮૬૭ ) :- રૂ.૮૫૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૮૭૮ થી રૂ.૮૮૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • HCL ટેક્નોલોજી ( ૭૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૯૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૮૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૬૨૯ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટાટા મોટર્સ ( ૧૦૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૪ થી રૂ.૧૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Loading...