Abtak Media Google News

દીપડી માનવભક્ષી છે કે કેમ ? જાણવા માટે લેબોરેટરી ટેસ્ટ માટે એનિમલ સેન્ટરમાં લઈ જવાય

બગસરા પંથકમાં બે માનવીને મોતને ઘાટ ઉતારનાર દીપડાને કોઈપણ ભોગે ઠાર મારવા માટે સરકારે આદેશ આપતા વન તંત્ર હરકતમાં આવ્યું હતું અને ૨૦૦ થી વધુ વન ખાતાની ટીમ દીપડાને પકડવા માટે કામે લાગી હતી અને કોઈ પણ ભોગે દીપડાને ઠાર મારવા માટે શૂટર્સ પણ કામે લાગ્યા હતા ત્યારે બગસરાના કાગદડી ગામે જવાના રસ્તે સરપંચ વિનુભાઈ જેરામભાઈ કાનાણી ની વાડી માં પાંજરૂ મુકવામાં આવ્યું હતું કયા ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે દીપડી પાંજરે પુરાઈ હોવાની માહિતી મળતા વન ખાતુ ત્યાં સુધી ગયું હતું અને તાત્કાલિક દીપડો માનવભક્ષી છે કે કેમ તેની લેબોરેટરી કરવા માટે એનિમલ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો આ દીપડી પકડાયા બાદ ગણતરીના કલાકોમાં બાજુમાં આવેલા સમઢીયાળા ગામની સીમમાં આવેલી વાડીમાં દીપડાએ દેખા દેતા મજૂરો ભાગી ગયા હતા જેથી હવે વનખાતાએ સમઢીયાળા ગામની સીમમાં ધામા નાખ્યા હતા.

દીપડી પકડાયા બાદ પણ ગામજનોમાં ફફડાટ. કાગદડી ગામે દીપડી પકડાયા બાદ પણ ગામજનોમાં હજુ ડરનો માહોલ ઓછો થયો નથી. કારણ કે આ પંથકમાં હજુ ઘણા દીપડા આટા મારતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે એક દિપડી પકડાયા બાદ હજુ સમઢિયાળા ગામે દીપડાએ દેખા દેતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

કાગદડી સામે લુંઘીયા જવાના રસ્તે સરપંચ ની વાડી એ મુકાયેલા પાંજરામાં પકડાયેલ દીકરીને માનવભક્ષી છે કે કેમ તેની તપાસ કરવા માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. આ પકડાયેલ દીપડી સાતથી આઠ વર્ષની હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આઠ વર્ષથી આ દીપડો હોવા છતાં ફોરેસ્ટ વિભાગે પકડી પાડવામાં તસ્તી લીધી નહીં. ફોટેસ્ટ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવેલ ન હોવાથી બગસરા તાલુકામા ૩ માનવ જિંદગી નો ભોગ લીધા બાદ તેનું ફરી પેટમાં પાણી હલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે છતાં હજુ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો હોઈ એવું ફોરેસ્ટ વિભાગે સ્પષ્ટ જણાવેલ નથી ત્યારબાદ આસપાસના સરપંચો ગ્રામજનોમાં એવું ચર્ચાય રહ્યું છે કે અનેકવાર દીપડો આવ્યો હોવાથી તે ફોરેસ્ટ આર એફ ઓ ને ફોન દ્વારા જાણ કરેલ પણ આર એફ ઓ ફોન ઉપાડતા ન હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.