Abtak Media Google News

કીડીને કણ અને હાથીને મણ એવા વિચાર સાથે બજેટ બનાવવામાં આવ્યું છે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી  નીતિનભાઇ પટેલે વિધાનસભામાં રજૂ કરેલું આ અંદાજપત્ર છેવાડાના માનવીને પણ સર્વગ્રાહી સુવિધા પ્રાપ્ત કરે સાથોસાથ ફન્ડામેન્ટલી રોજગાર વૃદ્ધિ, કૃષિ કલ્યાણ, સામાજીક ક્ષેત્રે, શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગો, મહિલા, માછીમારો અને નાના દુકાનદારો સહિત સૌના કલ્યાણનો વિચાર પણ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

આ બજેટ કીડીને કણ ને હાથીને મણ જેવું સૌનો વિચાર કરીને બનાવવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ બજેટ કિસાન હિતલક્ષી બજેટ ગણાવતા કહ્યું કે ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તેને રાજ્ય સરકાર રૂ. ૩૦ હજાર સહાય આપશે.

ખેડૂતને દિવસે લાઇટ મળે તે માટેની દિનકર યોજના અંતર્ગત ખેડૂતને દિવસે લાઇટ મળી રહે તે આવનારા ત્રણ વર્ષમાં સમગ્ર ગુજરાતના બધા ખેડૂતોને દિવસે લાઇટ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ કુદરતી આપદામાં ધરતીપુત્રોને નૂકશાન ન સહન કરવું પડે એ માટે ખેડૂતોને ખેતરમાં જ નાના ગોડાઉન મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અન્વયે બનાવી આપવા એક યુનિટના રૂ. ૩૦ હજારની સહાય અપાશે તેની પણ ભૂમિકા આપી હતી.

તેમણે પશુપાલન સેકટરની આ બજેટની જોગવાઇ અંગે કહ્યું કે મુખ્યમંત્રી પશુદાણ યોજના પણ સરકાર લાવી છે પશુના વિયાણ દરમિયાન એક માસ માટે પશુપાલકને કુલ ૧પ૦ કિ.ગ્રામ પશુદાણ ખરીદી પર પ૦ ટકાની સહાય અપાશે.

APMCમાં ખેડૂતોનો માલ-ઉત્પાદન બહાર પડયા ન રહે, બગડી ન જાય તે માટે અઙખઈને પ૦૦ મેટ્રિક ટન કેપેસિટીના ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે તેમજ પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે. પાંજરાપોળોને અપ્રગેડ કરવા એક વખતની સહાયરૂપે કુલ રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોચાડવાનું આયોજન માટે રૂ. ૧૦૮૪ કરોડ ફાળવીને કચ્છ પાણી ક્ષેત્રે સેલ્ફ સફીસીયન્ટ બને તેવી નેમ છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગરીબ પરિવારોને અત્યાર સુધી રેશનકાર્ડ પર ચોખા, ઘઉ અને તહેવારોમાં ખાંડ મળતી હતી તેમાં એક નવી વ્યવસ્થા ઊભી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે તેમ જણાવ્યું હતું.

Admin 2

આ અંતર્ગત આશરે ૬૬ લાખ લાભાર્થીઓને, લાભાર્થીદીઠ વાર્ષિક ૧ર કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ માટે રૂ. ર૮૭ કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે.

વિજયભાઇ રૂપાણીએ શહેરી ગરીબોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરીને આ અર્બન હેલ્થ  સેન્ટરમાં એમ.બી.બી.એસ. કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોચાડવા આગામી બે વર્ષમાં રૂ. ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતને ખૂલ્લામાં શૌચમુકત રાજ્ય બનાવ્યા બાદ હવે ગરીબોને ઘરમાં જ સ્નાન ઘરની સુવિધા પણ મળી રહે તે માટે નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે લાભાર્થી ફાળો રૂ. ૩૦૦૦ની સામે રાજ્ય સરકાર દ્વારા રૂ. પ૦૦૦ની સહાય આપવામાં આવશે જે માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારના અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક રૂ. ૧પ૦૦ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં વધારો કરી હવે રૂ. ર૧૬૦ આપવામાં આવશે. જે માટે કુલ રૂ. ૩૩૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ મહિલા ઉત્કર્ષ માટેની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખીમંડળોને શૂન્ય ટકા વ્યાજે લોન આપી પહેલા લોન પછી વ્યવસાયની વ્યવસ્થા વિકસાવવા માટે આ બજેટમાં જે જોગવાઇ છે તેને વધાવી હતી.

દેશ-વિદેશમાં વસતા સંપન્ન નાગરિકો પોતાના વતનના ગામમાં માદરે વતન યોજના હેઠળ શાળા, શાળાના રૂમ, સ્માર્ટ કલાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, વટર વ્યવસથા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓને વિકસાવવા દાતા તરીકે જે દાનની રકમ આપે તેટલી જ જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે, અને પબ્લીક પાર્ટીશીપેશનથી સુવિધાયુકત ગોકુલ ગામ બનાવવાની યોજનાની વિગતો પણ  વિજયભાઇ રૂપાણી આપી હતી.

મુખ્યમંત્રીએ ઇન્ફ્રાટ્રકચર ડેવલપમેન્ટમાં કઇ કચાશ ન રહે તે માટે સ્માર્ટ ટાઉન શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટેની યોજનાની પણ સરાહના કરી હતી.

તેમણે સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુકત ગુજરાત બનાવવા સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. પ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તે સાથે મહાનગરોના અંદાજે ૧,ર૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય માટે રૂ. પ૦ કરોડની જોગવાઇથી સમાજના અંતિમ વર્ગના માનવીના હિતનો વિચાર કરવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું.વિજયભાઇ રૂપાણીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ. ૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે તેમજ બાંધકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ. ૭પ૦૦ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ. પ૦૦૦ની સહાય આપવામાં આવશે તેવી શ્રમિક કલ્યાણલક્ષી યોજનાને આવકારી હતી.

ગરીબ મધ્યમ વર્ગને રેશન કાર્ડ પર હવે પ્રથમવાર તુવેર દાળ અપાશે

મુખ્યમંત્રીએ ગરીબ પરિવારોને અત્યાર સુધી રેશનકાર્ડ પર ચોખા, ઘઉ અને તહેવારોમાં ખાંડ મળતી હતી તેમાં એક નવી વ્યવસ્થા ઊભી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરવાનું નક્કી કર્યુ છે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.