Abtak Media Google News

જાણીતા ઉદ્યોગપતિ અને સામાજીક અગ્રણી ઉપેનભાઇ મોદીએ બજેટને આવકાર્યુ

મોદી સરકાર-ર નું કેન્દ્રીય બજેટ નાણામંત્રી સીતારમણ સતત બીજી વખત રજુ કરતાં ઘણી મહત્વ કાંક્ષી યોજનાઓ તેને તેના ૩ થીમ ઉપર રજુ કરી હતી.

ઇસ્ન્પિરેશન ઇકોનોમીની અને કેરીંગ બજેટ આ અંતર્ગત કિસાનોને ૨૦૨૨ સુધીમાં ર૦ લાખ ત્યાંસી હજાર કરોડની ફાળવણી, એજયુકેશન સેકટરમાં ફોરેન ઇન્વેસ્ટમેનટમાં પ્રવેશ જેના કારણે વિદેશ ભણવા જતાં વિઘાર્થીઓને ભારતમાં જ વિદેશ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત થશે.  ખાસ કરીને ગરીબ વિઘાર્થીઓને કે જેમની પાસે નાણાનો અભાવના કારણે ડીગ્રીની પ્રયોજન ખાસ કરીને નાના ઉઘોગકારો અને વેપારીઓ એકસ્પોર્ટ કરતા તેને  મળતા બેનીફીટમાં વધારો અને તેમના રીફંડ ઓનલાઇન ત્વરીત મળી જાય તેવી વ્યવસ્થા દરેક જીલ્લાઓમાં એકસ્પોર્ટ  હબની શરૂઆત અને નાના એકસ્પોર્ટરો માટે નિરવીક (ગઈંછટઈંઊં) યોજના જાહેર કરવામાં આવી.

બેંકની ફીકસ ડીપોઝીટ ઉપર પ લાખ સુધીનું વીમા કવચ, મળવાથી નાના રોકાણકારોને ફાયદો આ રકમ ૧૦ લાખ સુધી કરવાની જરુર હતી કારણ કે છેલ્લા પ૦ વર્ષથી આ રકમમાં કોઇ પણ ફેરફાર થયેલ ન હતો. વ્યકિતગત ઇન્કમ ટેકસમાં અત્યાર સુધી ફકત ૩ સ્લેબ  હતા તેને બદલે ૨૦૨૦ માં ૬  સ્લેબનું કર માળખુ ની જાહેરાત કરવામાં આવી નાના કરદાતાઓને આનાથી ઘણી રાહત થશે અને તેની બચતમાં ખુબ જ ફાયદો થશે.

કંપની ઉપર લાગતો ડીવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેકસ (ડીડીઆઇ) માફ કરવામાં આવ્યો અને હવે તે ડિવિડન્ડ મેળવનાર વ્યકિતને લાગતા ટેકસ  સ્લેબ મુજબ કપાત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.