Abtak Media Google News

 વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ માટે તૈયારીઓ આરંભતા બંછાનિધી પાની: ૨૭મીએ વધુ એક બજેટ બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ઉઠતાની સાથે જ ફરી સરકારી વિભાગ કામે લાગી ગયું છે. વર્ષ ૨૦૧૭-૧૮નું રીવાઈઝડ બજેટ અને ૨૦૧૮-૧૯નું સામાન્ય બજેટ તૈયાર કરવા માટે કોર્પોરેશનમાં ધમધમાટ શ‚ થઈ ગયો છે. ગઈકાલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ બજેટ અંગે પ્રથમ બેઠક બોલાવી હતી. જેમાં એક સપ્તાહમાં તમામ વિભાગોને આવક અને જાવકના સરવૈયા રજુ કરવા તાકીદ કરવામાં આવી છે. આગામી ૨૭મી ડિસેમ્બરના રોજ બીજી બજેટ બેઠક મળશે.

દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં બજેટ રજુ કરી દેવામાં આવે છે.ગત વર્ષે મ્યુનિ.કમિશનર અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર થયેલા બજેટનું કદ રીવાઈઝડ બજેટમાં ૫૦ ટકા સુધી સિમીત થઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામ આવ્યા બાદ આચારસંહિતા ઉઠાવી લેવામાં આવી છે. આચારસંહિતા ઉઠતાની સાથે જ કોર્પોરેશનમાં બજેટલક્ષી ધમધમાટ શ‚ થઈ ગયો છે. ગઈકાલે સાંજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ તમામ શાખાના વડાઓ સાથે બજેટ અંગે એક બેઠક બોલાવી હતી. જેમાં શાખા અધિકારીઓને આગામી ૨૭ દિવસમાં તેઓની શાખાના ખર્ચ અને આવકના હિસાબો રજુ કરવા તાકીદ કરવામાં આવી છે. ૨૭મીએ બીજી બજેટ બેઠક મળશે જેમાં બજેટના કદ અંગે નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી હોય. સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષે મહાપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આ ગ્રાન્ટના આધારે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટનું રેકોર્ડબ્રેક રહેવાની પણ સંભાવના જણાઈ રહી છે. એપ્રિલ-૨૦૧૮ થી મહાપાલિકા દ્વારા ટેકસ આકરણીમાં કાર્પેટ એરીયાની અમલવારી પણ કરવા જઈ રહ્યું છે ત્યારે ટેકસ બ્રાંચને નવો કેટલો ટાર્ગેટ આપવામાં આવે તેના પર પણ મીટ મંડાયેલી છે. ચાલુ સાલનું બજેટ અઢી હજાર કરોડનું હતું જે રીવાઈઝડ થઈ માત્ર ૧૩૦૦ કરોડ આસપાસ રહે તેવી સંભાવના જણાઈ રહી છે. વર્ષ ૨૦૧૮માં એક પણ ચૂંટણી યોજાવાની ન હોય. મહાપાલિકા પોતાના બજેટમાં વેરામાં વધારો કરે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.