બજેટની પળેપળની માહિતી હવે, આંગળીના ટેરવે: મોબાઈલ એપ લોન્ચ, વાંચો શું છે આ એપની વિશેષતા

૧લી ફેબ્રુઆરીએ બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ એક કિલક પર જોઈ શકશો તમામ દસ્તાવેજ

આજના આધુનિક ૨૧મી સદીનાં યુગમાં અદ્યતન ટેકનોલોજી વિકસતા દરેક સુવિધા ઘેર બેઠા મળતી થઈ છે. પોસ્ટલ, બેકિંગ, શોપીંગ વગેરે જેવા કામો આંગળીના ટેરવે થતા થયા છે. એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ ‘ડીજીટલ ઈન્ડિયા’ અભિયાન શરૂ થતા ભારતમાં ડીજીટલી સેવાઓને વધુ વેગ મળ્યો છે ત્યારે હવે, આગામી કેન્દ્રીય બજેટ પણ સંપૂર્ણ પણે ‘ડીજીટલ’ સ્વરૂપમાં રજૂ થવાનું છે. કોરોના સંક્રમણનાં ફેલાવાને રોકવા આ વખતે બજેટ પ્રિન્ટીંગ થવાનું પણ નથી ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે આ બજેટ પાછલા ૧૦૦ વર્ષનું ઐતિહાસીક બજેટ રહેવાનું છે એવો કોલ નાણાંમંત્રી નિર્મલા સીતારામને આપેલો ત્યારે આ ઐતિહાસીક બજેટની પળેપળની માહિતી આંગળીના ઠેરવે ઉપલબ્ધ બનશે જી,હા, માત્ર એક કિલકથી તમામ માહિતી અને દસ્તાવેજો તમારા મોબાઈલ પર નિહાળી શકશો. આ માટે કેન્દ્રીય સરકાર દ્વારા એક ખાસ એપ તૈયાર કરાઈ છે. જેને તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામને લોન્ચ કરી છે.આ એપનું નામ યુનીયન બજેટ મોબાઈલ એપ છે.જે એન્ડ્રોઈડ અને એપ્પલ એમ બંને પર ઉપલબ્ધ બનશે જોકે, ૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રી દ્વારા બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ ઉપયોગમા લઈ શકાશે. આ એપને નેશનલ ઈન્ફોર્મેટિકસ સેન્ટર એનઆઈસીનાં આર્થિક મામલાના વિભાગના વડપણ હેઠળ વિકસિત કરવામાં આવી છે.યુનિયન બજેટ મોબાઈલ એપને એન્ડ્રોઈડ ફોન માટે ગુગલ પ્લે સ્ટોર જયારે એપ્પલ આઈફોન માટે એપ્પલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ ઉપરાંત, કેન્દ્રીય બજેટ વેલ પોર્ટલ https://india budget.gov. પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ એપ અંગ્રેજી અને હિન્દી ભાષામાં હશે. નાણાંમંત્રાલયનાં જણાવ્યા અનુસાર, એપ યુઝર ફ્રેન્ડલી ઈન્રફેસ હશે જેમાં અલગ અલગ ૧૪ દસ્તાવેજોનાં એકસેઝ યુઝર્સને મળશે. તેના મુખ્ય ફીચર્સમાં ડાઉનલોડ , પ્રિન્ટ કઢાવવી, સર્ચ, જુમ, મીનીમાઈઝ, બંને તરફ સ્ક્રોલીંગ, ક્ધટેન્ટ ટેબલ અને એકસટર્નલ લિંન્ક સામેલ છે.

Loading...