બજેટમાં રેલવે માટે અનેક આકર્ષણ :વિકાસની ગાડી સડસડાટ દોડશે

પીપીપી મોડલી ચાર રેલવે સ્ટેશનનો વિકાસ અને ૧૫૦ ટ્રેનો દોડાવાશે: ત્રણ નવા એકસપ્રેસ-વે બનાવાશે

તેજસ જેવી ટ્રેનોથી પર્યટક સ્થળોને જોડવામાં આવશે: ૫૫૦ રેલવે સ્ટેશનો પર વાયફાય ઉપલબ્ધ કરાશે: માનવ રહીત ક્રોસીંગ દૂર કરાશે: રેલવેની ખાલી જમીનો પર સૌર ઉર્જા કેન્દ્રો ઉભા કરાશે: ૨૭૦૦૦ કિ.મી. ટ્રેકનું ઈલેકટ્રીફીકેશન કરાશે: ૨૦૨૪ સુધીમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કર્યું. સો રેલવેને લઈ અનેક મોટી જાહેરાતો પણ કરી હતી. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી હાથ ધરાશે. ત્યારે બજેટમાં રેલવે ક્ષેત્રે ૧૦ મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.

દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન કરવા માટે સરકાર મોટુ રોકાણ કરશે. જેના હેઠળ મોર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને લોજીસ્ટીક સેન્ટર્સ બનાવવામાં આવશે. ઈન્ફાસ્ટ્રકચર કંપનીઓને પોતાના ર્સ્ટાટઅપમાં યુવાઓને જોડવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે, ચેન્નાઈ-બેંગ્લુરુ એકસપ્રેસ-વેને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. ૬૦૦૦ કિ.મી.ના હાઈવેને મુદ્રીકરણ કરવામાં આવશે. દેશમાં ૨૦૨૪ સુધીમાં નવા એરપોર્ટ બનાવવામાં આવશે. ત્યારે રેલવે ક્ષેત્રે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ૨૭૦૦૦ કિ.મી.ના ટ્રેકનું ઈલેકટ્રીફીકેશન કરવામાં આવશે. તેજસ ટ્રેનની સંખ્યા પણ વધારવામાં આવશે. મુંબઈ અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી હાથ ધરવામાં આવશે.

દેશમાં ૨૦૨૪ સુધીમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવામાં આવશે. ૨૪૦૦૦ કિ.મી. ટ્રેનને ઈલેકટ્રોનીક બનાવવામાં આવશે. તેજસ ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને પર્યટકો સુધી પહોંચાડવામાં આવશે. જળ વિકાસ માર્ગોનો વિસ્તાર કરવામાં આવશે. ૧.૭૦ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનમાં રોકવામાં આવશે. આ ઉપરાંત ભારતીય રેલવે ખાસ ખેડૂતો માટે ખેડૂત સેવા શરૂ કરશે. રેલવેની જમીન પર સોલાર પ્રોજેકટ લગાવવામાં આવશે. ૯૦૦૦ કિ.મી. ઈકોનોમીક કોરીડોર બનાવવામાં આવશે. ૧૧૫૦ નવી ટ્રેનો પીપીપી મોડેલ હેઠળ ચલાવવામાં આવશે. ૫૫૦ રેલવે સ્ટેશનોમાં વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવેનો ખર્ચ ઘટાડવા માટે ૨૭૦૦ કિ.મી. રેલવે ટ્રેકનું ઈલેકટ્રીફીકેશન કરવામાં આવશે. જેનાથી ડિઝલ એન્જીન દ્વારા થતાં ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, તેજસ ટ્રેન સેવા તાજેતરમાં પીપીપી મોડેલ હેઠળ શરૂ કરવામાં આવી હતી. રેલવેને ઝડપી બનાવવા માટે પીપીપી મોડેલનું વિસ્તરણ કરાશે. આ અંતર્ગત ૧૧૫૦ નવી ટ્રેનો ચલાવવાની દરખાસ્ત છે. આ સેવામાં ખાનગી ભાગીદારી દ્વારા નાણા એકત્ર કરવામાં આવશે. ભારતીય રેલવેમાં ખર્ચ અને કમાણી ઓછી છે. આના કારણે સેવાઓ વધુ સારી રીતે લાગુ કરી શકાય છે.

નેશનલ ફોરેન્સીક સાયન્સ અને પોલીસ યુનિવર્સિટી બનાવાશે

કેન્દ્રીય નાણા મંત્રી નિમર્ળા સિતારામન મળે કેન્દ્રીય બજેટ-૨૦૨૦-૨૧માં જાહેરાત કરી હતી કે દેશમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને નેશનલ પોલીસ યુનિવર્સિટી બનાવવામાં આક્ષેપ તેની જોગવાઈ આ રજી કરાયેલા કેન્દ્રીય બજેટમાં સમાવેશ કરવામાં આવ્યાં હોવાની નાણામંત્રીએ જાહેર કરી છે.

Loading...