Abtak Media Google News

કોવિડ-૧૯ના કયામત કાળ માંથી વિશ્વ અને ભારત બહાર આવી રહ્યા છે. બરાબર આજ સમયે વિખેરાયેલી ઇકોનોમીને ફરી પાટે ચડાવવાનાં પ્રયાસ સરકારે કરવાના છે, મુખ્યત્વે આગામી બજેટ દ્વારા..! ૧ લી ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ નાણા મંત્રી નિર્મલા સિતારામન વર્ષ ૨૦૨૧-૨૨નું સામાન્ય બજેટ રજૂ કરશે. દેશની ખાલી તિજોરી, પડી ભાંગેલા સંખ્યાબંધ   કારોબાર, આશરે ૧૫ ટકા નવા બેરોજગારો અને જેઓ નોકરી ટકાવી શક્યા છે તેવા સરેરાશ ૨૦ ટકા જેટલા પગાર કાપ સાથે કામ કરતા મધ્યમ વર્ગીય પરિવારોના મર્યાદિત ખર્ચ વાળા જીવન ધોરણને ધ્યાનમાં રાખીને સરકારને આ બજેટ રજૂ કરવાનું છે. સાથે જ કાંઇક એવું ઇનોવેટિવ આપવાનું છે કે જે આમજનતા ઉપર નવો બોજ લાદ્યા વિના પણ સરકારને કમસેકમ વહિવટ ચલાવવા માટે જરૂરી નાણાની વ્યવસ્થા કરી આપે..અને દેશની નાણાકિય ખાધ ઘટાડી શકાય.. !  રિયલ એસ્ટેટ, એગ્રિકલ્ચર, ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કોર્પોરેટ્સ, આમ આદમી  તથા હેલ્થ કેયર જેવા સેક્ટરોને સરકાર પાસેથી આ બજેટ મારફતે ઘણી આશાઓ છે. આ ઉપરાંત ટૂરીઝમ, મનોરંજન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હોટલ્સ, બેન્કવેટ, કેટરીંગ, તથા બ્યુટીપાર્લર જેવા વ્યવસાય કોવિડ-૧૯ ના કારણે લગભગ બંધ થઇ ગયા છે. એમને ફરી શુન્ય માંથી સર્જન કરવાનું અથવા તો આ સેક્ટરનાં બેકાર બનેલા લોકોને અન્ય રોજગાર તરફ વાળવાન છે. તેથી સરકારે સામાન્ય બજેટમામ તેમના માટે વિશેષ ધ્યાન આપવું પડશે.

વૈશ્વિક પરિબળો

સરકારને આ વખતે વિદેશી વસ્તુઓના વપરાશ ઉપર કાપ મુકીને આયાત બિલ તો ઘટાડવાનું જ છે સાથે સ્થાનિક વસ્તુઓ વૈશ્વિક બજારમાં જાય તેવું આકર્ષણ પણ ઉભું કરવાનું છે. વૈશ્વિક બજારમાં બારતનાં કર માળખાની તથા કાયદાકિય જોગવાઇઓની આવી વ્યવસ્થા કરવાની રહેશે જેનાથી વિદેશી મુડીરોકાણ વધુ આસાન બની શકે. કદાચ ખાનગી સ્કુલોના શેક્ષણિક કારોબારમાં વિદેશી મુડીરોકાણને વિશેષ પરવાનગી આપવામાં આવે. જી-૨૦ તથા ઓ.ઇ. સી.ડી. જેવા મંચ ઉપર ભારતનાં ટેક્ષ માળખાને લઇને સ્પષ્ટતા કરવાની રહે છે.

ડિજીટલ અને વર્ચ્યુઅલ કારોબાર

લોકડાઉનનાં સમયગાળમા આ સેક્ટર માનવજાતને ઘણું શિખવાડી ગયું છે. ખરેખર તો સરકારને પણ ઘહું જાણવા મળ્યું છે. કદાચ આજ કારણ છે કે સરકારે બજેટના દિવસે પટારા ભરીને કાગળો લાવવાને બદલે પેપરલેસ બજેટ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બજેટ માટે એક વિશેષ ઍપ તૈયાર કરાયું છે. ક્રિપ્ટોકરન્સીનો કારોબાર ચલાવનારા આ સેક્ટર માટે વિશષ પરવાનગીની માગણી સાથે કાયદાની તરફેણ કરે છે જેનાથી તેમના ઉપર પ્રતિબંધની લટકતી તલવાર દૂર થાય.

કૄષિ ક્ષેત્ર

ડબલીંગ ફાર્મર્સ ઇન્કમના નારા સાથે સરકારે ખેડૂતોના વિકાસ માટે કૄતનિશ્ચયી હોવાનો દેખાવ તો કર્યો છે સાથે જ થોડા નક્કર પગલાંની જાહેરાત કરી પણ  પણ લીધા છે. પરંતુ હજુ સુધી ખાસ અમલ થયો નથી. ખેડૂતોને હાલમામ સબ્સીડી આપવાને બદલે સરકાર ખેડૂતો માટે જે કામ કરવા માગતી હોય તેની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવી જરૂરી છે. સાથે જ તેમને એવો ભરોસો આપવાની જરૂર છૈ કે સરકાર ખેડૂતોના ભલા માટે ચિંતીત છે. વહેલી તકે ખેડૂત આંદોલન સમેટાય, ખેડૂતોને ટેકાના ભાવે માલ વેચવાની તક મળે તથા તેમને સમયસર માલના ચુકવણા થાય એ જ ખેડૂતોની જરૂરીયાત છે.

કર્મચારી વર્ગ

દેશનો મધ્યમ વર્ગીયઇ યુવાન અને ટેક્ષ ભરતો વર્ગ આજે ઘણા સ્થળોએ વર્ક ફ્રોમ હોમની પોલીસી હેઠળ કામ કરી રહ્યો છે. આ વર્ગ સરકારે ઉભી કરેલી માળખાકિય સુવિધા વાપરતો નથી, પેટ્રોલ- ડિજલનો બચાવ કરે છૈ પરંતુ હાલમાં ધરે છે તેથી ટ્રાન્સપોટેર્ટેશનના ખર્ચ મુકી શકતો નથી. આવા વર્ગ માટે વર્કફ્રોમ હોમ ટેક્ષ રાહત સ્કીમ આવવી જોઇએ એવી માગ ઉઠી છે. કર્મચારીઓ માટેની સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમીટ ૪૦,૦૦૦ રૂપિયા વાળી વધારવાની આવશ્યકતા છે.  સરકારે નાના રોકાણની ૧.૫ લાખ રૂપિયાનૂ કર માફીની યોજના વર્ષો પહેલા મુકી હતી જેને હવે વધારવાનો સમય આવી ગયો છે.

કોર્પોરેટ સેક્ટર

દેશના કોર્પોરેટ સેક્ટરને લોકડાઉનના કારણે પડેલા મારની કળ વળે એ માટે સરકારે મોરેટોરિયમની જાહેરાત કરી હતી. દેશના MSME, IT તથા MNC કોર્પોરેટસને આવા મોરેટોરિયમનાં સમયગાળામાં વધારો થવાની આશા છે. આ ઉપરાંત હળવી વ્યાજ વગરની લોન, GSTમાં ઘટાડો ઉપરાંત નવા કરવેરા માંથી મુક્તિ જોઇએ છે. વાતતો એવી પણ આવી છે કે મોટા કરવેરા ભરનારા ઉપર કોરોના ટેક્ષ આવી શકે છે. કોર્પોરેટ સેક્ટર બેશક આનો વિરોધ કરી શકે છે.  આ ઉપરાંત દેશને આત્મનિર્ભર બનાવવાની મોટી જવાબદારી આ સેક્ટર ઉપર છે ત્યારે આ સેકટરને દોડવા માટે ફાસ્ટ ટ્રેકની જરૂર છે.

કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટ

ખાસ કરીને શેરબજાર કે કોમોડિટીનાં બજારમાં એક્સચેન્જો મારફતે કારોબાર કરતા રોકાણકારોને STT તથા CTT અર્થાત  ટ્રાન્ઝક્શન ઉપર લાગતા ટેકસમાંથી મુક્તિ જોઇએ છે.વિવિધ ટ્રેડ એશોસિએશનોએ તો આંકડા રજૂ કરીને દાવો કર્યો છે કે આ ટેક્ષથી દેશની તિજોરીને કરવેરાની વિશેષ આવક થઇ નથી. સામાપક્ષે રોકાણકારો આવા વેરાનાં ભયે માકેટથી દુર રહે છે. આ ઉપરાંત સરકાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી માહોલ ઉભો કરે તેવી આશા છે.

રિયલ એસ્ટેટ

આ સેક્ટર છેલ્લા એક દાયકાથી નબળું પડ્યું છે કારણ કે અગાઉ સરકારનાં કરવેરા અને કાયદા ભારે પરેશાની વાળા હતા. ગત વર્ષમામ કોવિડ-૧૯ ના કારણે જ્યારે આ સેક્ટર સાવ મૄતપાય: બન્યું ત્યારે અન્ય સેક્ટરોની યોજના સાથે સરકારે આ સેક્ટરમાં પણ સ્ટેમ્ય ડ્યુટીના લાભ આપ્યા છે પરંતુ  અહીં બેડડેપ્થ એટલી મોટી છે કે માલિકોને મોટી રાહત ની જરૂર છે.તેથી સરકારને હાલના બજેટમાં ટૂંકાગાળા માટે રિયલ એસ્ટેટ માટે કોઇ મોટી જાહેરાત કરવી પડશે.

હેલ્થ કેર

છેલ્લા એક વર્ષમાં આ સેક્ટરે ઘણી ચડતી-પડતી જોઇ છે. સમાજનો મોટો વર્ગ હવે આરોગ્યને માનતો થયો છે. ત્યારે સરકારે કોવિડ-૧૯ જેવા રોગો માટે વિશેષ પ્રાવધાન કરીને ટેક્ષમાં રાહતો આપવી એવી એક માગ ઉઠી છે. આ ઉપરાંત સિનીયર સીટીઝન માટે ભરાતા પ્રિમયિમનો આકડો પણ વધારવાની માગણી થઇ છે.   હાલમા કરદાતા પહેલા પ્રિમીયમ ભરે તેની  ૩,૦૦૦૦ સુધીની મર્યાદાને કરવેરામાં લાભ મળે છે જેની જગ્યાએ સરકારે હેળ્થકેરના રુપમા દવા સાથેના ખર્ચને સીધી કપાતની સ્કીમ મુકવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.