Abtak Media Google News

હાલના સમયમાં દિવસે ને દિવસે વધી રહેળ પેટ્રોલ અને ડીઝલના ભાવથી સામાન્ય માણસ પરેશાન છે.મોંઘવારીથી પરેશાન લોકોને બજેટમાં રાહત મળવાની આશા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 69.49 ડોલર પ્રતિ બેરલ છે.  શક્ય છે કે આ વર્ષે બજેટમાં ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલી અને ડીઝલના ઉત્પાદ શુલ્કમાં કપાત કરી શકે છે.

પેટ્રોલિયમ મિનિસ્ટરે પ્રી-બજેટ મેમોરેંડમના રૂપમાં એક્સાઈઝ ડ્યુટીમાં કપાત કરવાના પ્રસ્તાવ ફાઈનેંસ મિનિસ્ટરને મોકલ્યો છે. પેટ્રોલિયમ સેક્રેટરીના ડી ત્રિપાઠીએ સોમવારે કહ્યુ હતુ કે મિનિસ્ટ્રીએ પોતાની સલાહ મોકલી આપી છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 63.36 રૂપિયા પ્રતિ લીટર રહ્યો. જ્યારે કે ડીઝલનો ભાવ 72.43 રૂપિયા પ્રતિ લીટર છે.

ડિસેમ્બર મધ્યથી હાલ સુધી પેટ્રોલની કિમંતોમાં 3.31 રૂપિયા પ્રતિ લીટર વધી ચુક્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલની કિમંતોમાં 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.

શા માટે વધી રહી છે કિમંત

ડીઝલની કિમંતોમાં વધારાનુ પ્રથમ કારણ  ટ્રેક્ટર અને સિંચાઈ માટે પંપ સેટનો ખૂબ વધુ ઉપયોગ છે. કેન્દ્ર સરકારે હાલ પેટ્રોલ પર 19.48 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ પર 15.33 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી લગાવી છે. દિલ્હીમાં પેટ્રોલ પર 15.39 રૂપિયા પ્રતિ લીટર વેટ છે. જ્યારે કે ડીઝલ પર વેટ 9.32 રૂપિયા છે. બીજેપીની આગેવાની વાળી એનડીએ સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 ની વચ્ચે 9 વર એક્સાઈઝ ડ્યુટી વધારી  આ 15 મહિનામાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 1177 રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવી હતી. જ્યારે કે ડીઝલની એક્સાઈઝ ડ્યુટી વધીને 13.47 રૂપિયા પ્રતિલીટર સુધી પહોચી ગઈ છે. તેનાથી 2016-17 દરમિયાન સરકારને 2,42,000 કરોડ રેવન્યુ મળ્યો હતો. જ્યારે કે 2014-15 દરમિયાન ફક્ત 99000 કરોડ રૂપિયા હતા.

ઉલ્લેખનીય છે કે 2014થી 2016 વચ્ચે ક્રૂડનો ભાવ ઓછો હતો. જેનો ફાયદો ઉઠાવવા માટે સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી હતી. આ જ કારણ હતુ કે ક્રૂડની પ્રાઈસ 45 ડોલર પ્રતિ બેરલ સુધી આવ્યા છતા ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ કમી નહોતી આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.