Abtak Media Google News

આ વખતના નાણાંકીય બજેટની સાથે જ રજૂ થનારા રેલ્વે બજેટમાં યાત્રીઓની સુવિધાઓને લઇને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા આ બજેટમાં સ્ટેશન પર સ્વસંચાલિત સીડીઓ અને લિફ્ટ માટે બજેટમાં ખાસ જોગવાઇ આપવામાં આવી છે. આ માટે 3400 કરોડની ઘનરાશિ આપવામાં આવશે. નોંધનીય છે કે સ્કેલેટર અને લિફ્ટની વૃદ્ધ, દિવ્યાંગ લોકોને થોડી ઓછી મુશ્કેલી પડશે. નોંધનીય છે કે આમાં નાના શહેરોને પણ સમાવવામાં આવ્યા છે.

જે હેઠળ દેશભરમાં કુલ 3000 એસ્કેલેટર અને 1000 લિફ્ટ લગાવવામાં આવશે. આમાંથી 372 એસ્કેલેટર મુંબઇ સ્ટેશન પર લગાવવામાં આનશે. જેમાં કાંદીવલી, બાંદ્રા, ચર્ચગેટ, દાદર, એલફિન્સ્ટન રોડ, મહાલક્ષ્‍મી અને જોગેશ્વરી સ્ટેશનનો સમાવેશ થાય છે. રેલ્વેએ હાલમાં જ શહેરી અને ઉપનગરી સ્ટેશનો પર યાત્રીઓની સંખ્યાના આધારે કેવી રીતે રેલ્વે સ્ટેશનને વધુ સારા બનાવી શકાય તે અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે સ્ટેશન પર વાર્ષિક 25000થી વધુ યાત્રીઓ આવે છે ત્યાં આ સુવિધા આપવામાં આવી છે. નોંધનીય છે કે ગત વર્ષે અનેક રેલ્વે અકસ્માતો થયા છે. ત્યારે આ વખતના રેલ્વે બજેટમાં યાત્રીઓની સુરક્ષા સાથે જ તેમને વધુ સારી સુવિધા અપાય તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે, તેમ મનાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.