Abtak Media Google News

બી.એસ.એન.એલ. દ્વારા સૌથી સસ્તા અનલીમીટેડ બ્રોડબ્રેંડ અને કોલિંગ પ્લાનની ઓફર

રાજકોટ જિલ્લામાં નેટવર્કની કેપેસીટી વધારવા માટે રાજકોટ જિલ્લાના ૧૨૫ ટાવરને ભારતીય દુર સંચાર નિગમ લીમીટેડ દ્વારા અપગ્રેડ કરવામાં આવશે. બીએસએનએલના યુઝરોની અનેક ફરિયાદોને ધ્યાનમાં રાખીને આજરોજ પત્રકાર પરિષદમાં બીએસએનએલના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં રાજકોટ ટેલીકોમ સર્કલના જનરલ મેનેજર ઉપાધ્યાય અને અશોક હિંડોચા હાજર રહ્યાં હતા. આ ઉપરાંત પણ અનેક બીએસએનએલના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

પત્રકાર પરિષદ સંબોધતા અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બીએસએનએલ દ્વારા બ્રોડબેંડ કોમ્બો ગ્રાહકો માટે દેશભરમાં અનલીમીટેડ ફ્રી કોલીંગની સુવિધા ૧લી જૂન ૨૦૧૮થી શરૂ કરી છે જે મુજબ ‚રૂ.૬૪૫ થી કે તેથી વધુ ભાડાવાળા બ્રોડબ્રેંડ કોમ્બો પ્લાનના ગ્રાહકોને દેશભરમાં બધા જ નેટવર્ક પર ફ્રી અનલીમીટેડ કોલીંગની સુવિધા મળશે.

આ જ રીતે ‚રૂ.૨૪૯ કે તેથી વધુ અને ‚રૂ.૬૪૫થી ઓછા માસીક ભાડાવાળા બ્રોડબ્રેંડ કોમ્બો પ્લાનમાં ગ્રાહકોને દેશભરના બીએસએનએલના નેટવર્ક પર ફી અનલીમીટેડ કોલીંગની સુવિધા મળવાની સાથે રાત્રીના ૧૦:૩૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના અનેક નેટવર્ક પર ફી અનલીમીટેડ સુવિધા ચાલુ રહેશે. મેસેજ દ્વારા નવા કનેકશનની નોંધણી કરાવવા બી.બી.એસ.ટી.ડી. કોડ લખી ૯૪૦૦૦૫૪૧૪૧ ઉપર મેસેજ કરવાનો રહેશે.

બીએસએનએલ ગુજરાત ટેલીકોમ સર્કલ દ્વારા એક સંપૂર્ણ ફેમીલી પ્લાન પ્રસ્તુત કર્યો છે જેમાં લેન્ડ લાઈન બ્રોડબેંડ અને ૩ મોબાઈલ કનેકશન મળશે. જેનાથી આખા ભારતભરમાં બધા જ નેટવર્ક પર ૨૪ કલાક વોઈસ કોલ કરી શકાશે અને ૧૦ એમબીપીએસની શ‚આતી સ્પીડી અનલીમીટેડ બ્રોડબેંડની સુવિધા મળશે.

આ ઉપરાંત બીએસએનએલ દ્વારા નવા બ્રોડબેંડ ગ્રાહકો માટે ૪૫ જીબી, ૧૫૦ જીબી, ૩૦૦ જીબી અને ૬૦૦ જીબીની કોમ્બો પ્લાન ‚રૂ.૯૯, ૧૯૯, ૨૯૯ અને ૪૯૧ પ્રતિમાસના ભાડામાં શરૂ કરેલ છે. આ દરેક પ્લાનમાં રોજ ૨૦ એમબીપીએસની સ્પીડ અનુક્રમે ૧.૫ જીબી, ૫ જીબી, ૧૦ જીબી અને ૨૦ જીબી સુધી મળશે.

ત્યારબાદ ૧ એમબીપીએસની સ્પીડ અનલીમીટેડ ઈન્ટરનેટની સુવિધા તેમજ દેશભરમાં અનલીમીટેડ ફ્રી કોલીંગની સુવિધા મળશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં નેટવર્ક સુધારવા માટે બીએસએનએલ દ્વારા ૧૨૫ ટાવરને અપડેટ કરાશે જેથી યુઝર્સોની ફરિયાદને નિવારી શકાશે અને આ બધા જ આકર્શક પ્લાન માટે સારી સેવા મળી રહે તેવા પ્રયાસો બીએસએનએલ દ્વારા કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદ સંબોધતા અધિકારીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.