બીએસએનએલ કવાર્ટરમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

46

પતિ, પત્ની અને પુત્ર સહિત પાંચની ધરપકડ: પાંચ ‚પલલના પાસે દેહના સોદા કરાવતા

શહેરની મધ્યમાં ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલા બીએસએનએલના કવાર્ટરમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી પતિ, પત્ની અને પુત્ર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. કૂટણખાનામાં પાંચ ‚પલલનાને આશરો આપી દેહના સોદા કરાવતા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ પાસે રેસકોર્ષ પાર્કમાં રહેતા અને બીએસએનએલ કવાર્ટરના સુપરવાઇઝર પરાગ મહેન્દ્રભાઇ ઠાકર પાસેતી મીનાક્ષી ઉર્ફે મીનાબેન હરેશભાઇ ભડીયાદ્રા નામની મહિલાને કુટણખાનું ચલાવવા કવાર્ટર આપતા મીનાક્ષીબેને તેના પતિ હરેશ હરગોવિંદ ભડીયાદ્રા અને પુત્ર ગૌરવની મદદથી કુટણખાનું શ‚ કરી પાંચ ‚પલલનાને આપશો આપી દેહના સોદા કરાતા હોવાની બાતમીના આધારે પી.આઇ. બી.એમ.કાતરીયા, પી.એસ.આઇ. આર.એન.હાથલીયા, હેડ કોન્સ્ટેબલ દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક અને અશોકભાઇ કલાલ સહિતના સ્ટાફે ગતમોડી રાતે કુટણખાના પર દરોડો પાડયો હતો.

પોલીસે દરોડો પાડયો ત્યારે નાના મવા રોડ ગાંધી સ્કૂલ પાસે રહેતા રંગીન મિજાજી સંજય સવજીભાઇ સવાણી નામનો શખ્સ ‚પલલના સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસે દંપતિ તેના પુત્ર સહિત પાંચની કુટણખાનુ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી ‚ા.૨૯નો મુદામાલ કબ્જે કર્યો છે. મીનાક્ષીબેન કેટલા સમયથી કુટણખાનું ચલાવતી તે અંગેની વિગતો મેળવવા પાંચેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. પાંચેય ‚પલલનાને સાહેદ બનાવી મુક્ત કરવામાં આવી છે.

Loading...