Abtak Media Google News

પ્રથમ તબકકામાં સરકારી એજન્સી અને બાદમાં સામાન્ય નાગરિકોને સર્વિસ અપાશે

બીએસએનએલએ સેટેલાઈટ ફોન સર્વિસ લોંચ કરી છે. ખાનગી સેકટરની ટેલીકોમ કંપનીઓ સામેની ગળા કાપ હરીફાઈમાં ટકી રહેવા માટે સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ (ભારતીય સંચાર નિગમ લિમિટેડ)એ આધુનિક સેટલાઈટ ફોન સર્વિસ લોંચ

કરી છે.

ઉલ્લેખનીય છે કે મલ્ટીનેશનલ કંપનીઓનાં સીઈઓ સહિત સર્વિસેબલ કંપનીમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓને રાઉન્ડ ધ કલોક કનેકટેડ રહેવું પડે છે. હવે બીએસએનએલની આધુનિક સેટેલાઈટ ફોન સર્વિસ થકી એવા મિનિ હેન્ડસેટ ઉપલબ્ધ બનશે જેથી તેમને ભારે ભરખમ કોમ્યુનિકેશન ઈકિવપમેન્ટ તેમની બેક બેગમાં સાથે ઉંચકીને ફેરવવાની જ‚ર નહી રહે.

અત્યારે માત્ર પેરા મીલીટરી ફોર્સને જ ફોરેન ઓપરેટરોએ સપ્લાય કરેલા સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરવાની છૂટ છે કેમ કે, અહી સુરક્ષાનો સવાલ છે. ભારત ઈન્ટરનેશનલ મોબાઈલ સેટેલાઈટ ઓર્ગેનાઈઝેશનનું સભ્ય છે જેથી બીએસએનએલને પરવાનગી મેળવવા ખાસ પરસેવો પાડયો નથી.

અહીં નોંધવું ઘટે કે ભારતમાં અત્યારે માત્ર ૧૫૩૨ ઓથોરાઈડઝ સેટેલાઈટ ફોન કનેકશન છે. જયારે ટીસીએલએ ૪૧૪૩ પરમીટ મેરીટાઈમ કોમ્યુનિટી માટે ઈશ્યુ કરી છે. જે શિપમાં ફોન તરીકે વપરાય છે.

પ્રથમ તબકકામાં સરકારી એજન્સીઓ માટે સેટલાઈટ ફોન સર્વિસ શ‚ કરવામાં આવી છે. બાદમાં સામાન્ય નાગરિકો માટે સેવા શ‚ કરાશે તેમ ટેલીકોમ મિનિસ્ટરક મનોજ સિંહાએ સર્વિસ લોંચ કરતા જણાવ્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.