Abtak Media Google News

સલમાન ખાનની હત્યાના કાવતરાનો ખુલાસો: હરિયાણા પોલીસે બિસ્નોઇ ગેંગના કુખ્યાત સંપત નેહરાની કરી ધરપકડ

બોલીવુડ સ્ટાર સલમાન પર ખતરો ઉભો થયો છે. સલમાન ખાન પંજાબની કુખ્યાત ગેંગસ્ટાર લોરેન્સ બિસ્નોઇના ટાર્ગેટ પર છે. આ ગેંગે  સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને આ મામલે હરિયાણા પોલીસે ગેંગના કુખ્યાત સંપત નહેરાની ધરપકડ કરી છે.

સંપત નેહરાની ધરપકડ બાદએ ખુલાસો થયો છે કે બિસ્નોઇ ગેંગ સલામાન ખાનની હત્યાનું કાવતરું ઘડી રહી છે. અને આ માટે બિશ્નોઇ ગેંગે નેહરાને સલમાન પર કડી નજર રાખવા આદેશ કર્યો હતો. સલમાનના ગેલકરતી એપાર્ટમેન્ટમાં સર્વે કરવાથી લઇ સલમાન પર હુમલો કરવાની જવાબદારી સંપત નેહરાને સોંપાઇ હતી તેમ તપાસમાં ખુલ્યું છે.

આ મામલે વધુ તપાસ હરિયાણાની સ્પેશ્યલ ટાસ્ટ ફોર્સ (એસટીએફ) કરી રહી છે. નેહરાની પુછપરછમાં ચોંકાવનારી વિગતો એ જાણવા મળે છે કે, બિશ્નોઇ ગેંગે એક અઠવાડીયા પહેલા જ સલમાનના એપાર્ટમેન્ટ અને તેની એક એક હીલચાલનો સર્વે કરી લીધો છે. કયારે સલમાન બાલ્કનીથી બહાર આવે છે અને કયારે તે તેના ગ્રાહકોને મળે છે તે તમામ વિગતો મેળવી લીધી છે.

જણાવી દઇએ કે, ગત જાન્યુઆરી માસમાં બિસ્નોઇ ગેંગે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ થી લઇ અત્યારસુધી  આ હત્યાના કાવતરાને અંજામ આપવાની રાહ જોવાતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.