ભાઈ-ભાઈ! હાર્દિકની ત્રીજી સેકસ ટેપ વાયરલ

Hardik Patel
Hardik Patel

નવી સીડીમાં કુલ પાંચ સીડીઓ: ટેપ વાયરલ થતાં જ ખળભળાટ

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની વધુ એક કથીત સેકસ સીડી વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. હાર્દિકના કહેવાતા વધુ પાંચ વિડિયો વાયરલ થઈ ગયા છે.

વિધાનસભા ચૂંટણીના બે દિવસ પહેલા જ હાર્દિક પટેલના વધુ વિડિયો વાયરલ થઈ જતા ઉહાપોહ મચી જવા પામ્યો છે. આ સાથે કુલ ૮ સીડી બહાર આવી ચુકી હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ ૧૩ નવેમ્બરના રોજ હાર્દિકનો કહેવાતો સેકસ વિડિયો બહાર આવ્યો હતો. આ વિડિયોમાં હાર્દિક સાથે અન્ય બે વ્યક્તિ હોવાનું કહેવાય છે. આ મામલે પાસના કો.ક્ધવીનર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, અમે આ વિડિયો ફેક હોવાનું ઘણી વખતથી કહી રહ્યાં છીએ. આ અમારી વિરુધ્ધ ભાજપની ચાલ હોવાનું પણ તેમનું કહેવું છે.

પાસ દ્વારા હજુ સુધી આવા વિડિયો સામે ફરિયાદ કેમ નોંધાવાઈ નથી તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમે કાયદાકીય નિષ્ણાંતની સલાહ લઈ રહ્યાં છીએ. અમે ફરિયાદ તો નોંધાવશું જ. આ મામલે પાસના પૂર્વ સભ્ય અને હાલ ભાજપના પ્રવકતા વ‚ણ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ ઉપર આક્ષેપ કરતા પહેલા તેમણે શરમ અનુભવવી જોઈએ.

Loading...