Abtak Media Google News

બ્રુકફિલ્ડ ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન હસ્તગત કરવા રૂ. ૧૩,૦૦૦ કરોડનું મૂડી રોકાણ કરશે. બ્રુકફિલ્ડ દ્વારા એક પ્રારંભિક પ્લેસમેન્ટ મેમોરેન્ડમ દાખલ કરીને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ જે ઇનવિટ તરીકે ૯૦%નું રોકાણકાર હશે અને તેની મારફતે ઇસ્ટ વેસ્ટ પાઇપલાઇન (પાઇપલાઇન) હસ્તગત કરવામાં આવશે. આ સોદાના ભાગરૂપે, ઇનવિટ પાઇપલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (પીપીપીએલ) માં ૧૦૦% ઇક્વિટી હિત હસ્તગત કરશે, જે હાલમાં પાઇપલાઇનની માલિકી અને સંચાલન હક ધરાવે છે.

બ્રુકફિલ્ડ દ્વારા કરાયેલ આ સંપાદનને અનુલક્ષીને હાલના પાઇપલાઇન વપરાશ કરારમાં નીચે મુજબના ફેરબદલ કરવામાં આવ્યા છે: ૫૬ MMSCMD ની અનામત ક્ષમતાને ૩૩ MMSCMD જેટલી ઘટાડવામાં આવી.  RILદ્વારા કોઈપણ બિનઉપયોગી ક્ષમતા ચુકવણી એક ત્રિમાસિક ગાળામાં રૂ. ૫૦૦ કરોડ અને PIPL દ્વારા મેળવેલ વાસ્તવિક આવક વચ્ચેના તફાવત જેટલી હશે. RIL પોતે અથવા કોઈપણ ગ્રાહકો માટે કોઈપણ બાકીની બિનઉપયોગી ક્ષમતા ચુકવણી સામે ગેસના મફત પરિવહન માટેનો RILનાં અબાધિત હક ચાલુ રહેશે.

વર્તમાન મંજૂર દર રૂ. ૭૧.૬૬/MMBTUપ્રમાણે જો પરિવહન થયેલ સરેરાશ ગેસ જથ્થો ૨૨ MMSCMD હશે, તો  બિનઉપયોગી ક્ષમતા ચુકવણી કરવા RIL જવાબદાર રહેશે નહીં.એપ્રિલ ૨૦૨૦ માં ટેરિફની આગામી સમીક્ષામાં પાઇપલાઇનની સુધારેલી ઓછી ક્ષમતાના નિર્ધારણથી ઉદભવતા ટેરિફમાં વધારો કરવા અંગેની બાબત પણ ધ્યાનમાં લેવાશે.કેજી બેસિનમાં અપસ્ટ્રીમ સેક્ટરમાં નવાં રોકાણો તથા એલએનજીની વધતી જતી આયાત અને ગેસ વિનિમય કરવાની ક્ષમતા ને ધ્યાનમાં રાખીને પાઇપલાઇન દ્વારા પરિવહન થનાર સરેરાશ જથ્થો હાલના સ્તરોની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ રહેશે તેવી આશા છે.

પાઇપલાઇન વપરાશ કરારમાં ઉલ્લેખિત કાર્ય પદ્ધતિ હેઠળ PIPL ની ચોખ્ખી કમાણીમાં RIL નોંધપાત્ર ભાગીદારી માટે હકદાર રહેશે.RILનું વર્તમાન પ્રેફરન્સ શેરોમાં રૂ. ૪,૦૦૦ કરોડનું રોકાણ ચાલુ રહેશે અને તેને ૨૦ વર્ષ પછી ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકાશે. વધુમાં, ૨૦ વર્ષ પૂર્ણ થયા પછી, RIL ને ઇનવિટ દ્વારા ધારણ કરાયેલ રૂ. ૫૦ કરોડ ઇક્વિટી મૂલ્યના PIPLના ઇક્વિટી શેર ખરીદવાનો અધિકાર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.